તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની છાત્રાએ બનાવેલો પ્રોજેકટ: ડ્રાઇવરે દારૂ પીધો હશે તો , વાહન જ ચાલુ નહીં થાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા: દેશમાં વધતા જતા વાહન અકસ્માતમાં મોટા ભાગે નશો કરીને વાહન ચલાવવાના કારણે થતાં હોય છે. સરકાર ‘દારૂ પી ને વાહન ન ચલાવો’ ના જાત જાતના સાઇન બોર્ડ મારે પણ તેનો કોઇ ફરક પડતો નથી. ત્યારે ડીસામાં રહેતી ભાન્ડુ કોલેજમાં ભણતી છાત્રાએ બનાવેલા પ્રોજેકટના અમલથી આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન જ ચાલુ નહી થાય. ખાસ પ્રકારના સેન્સરથી આલ્કોહોલ લીધેલી વ્યક્તિ કારની ડ્રાયવીંગ સીટ પર બેસસે તો કાર સ્ટાર્ટ જ નહી થાય. આ પ્રોજેકટ જીટીયુ દ્વારા સ્વીકૃત કરાયો છે.હવે તેને પેટન્ટ માટે દરખાસ્ત કરાશે અને મંજૂરી મળશે તો આગામી સમયમાં તેનો ઉપયોગ કરાશે.
વિસનગરના ભાન્ડુ ખાતે આવેલી એલ.સી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં ઇલેકટ્રોનીક એન્ડ કોમ્યુનીકેશનમાં સેમ. 8માં અભ્યાસ કરતી ડીસાની મનીષા નટવરલાલ પઢિયારે તેમના વિભાગના હેડ અને પ્રો.એન.ડી.પટેલ અને પ્રો.પ્રિયેશભાઇ ગાંધીના માર્ગદર્શન હેઠળ તેના સાથી મિત્રો નીમીષા ગજ્જર, શિલ્પા પટેલ અને સુનિલ પટેલના સહયોગથી ‘આલ્કોહોલ બેઝ ડીટેકશન ફોર કાર પ્રોટેકશન’ નામનો પ્રોજેકટ બનાવ્યો છે.
વાહનોમાં સેન્સર લગાવ્યા પછી આ રીતે કામ કરશે
વાહનમાં એક ખાસ પ્રકારના આલ્કોહોલ સેન્સરને વાહનના ઇગ્નીશન પોઇન્ટ (એન્જીન સ્ટાર્ટ કરવાની જગ્યા) સાથે ફીટ કરેલુ હોય છે. આલ્કોહોલ સેવન કરેલી કોઇ વ્યકિત વાહન ચાલુ કરવા જાય તો સેન્સર વાહનને સ્ટાર્ટ જ નહી થવા દે. જ્યાં સુધી આલ્કોહોલની સ્મેલ સેન્સરને પ્રભાવિત કરશે. ત્યાં સુધી વાહન સ્ટાર્ટ નહી થાય. મનિષા પઢિયારે તેનુ સફળ મોડલ બનાવી દીધુ છે.જેમાં પ્રોજેકટમાં તેણીએ પરફ્યુમનો ઉપયોગ કર્યો તો પણ સફળતા મળી છે. પરફ્યુમમાં તો માત્ર 5 ટકા આલ્કોહોલ હોય છે જ્યારે દારૂમાં તેની બનાવટ પ્રમાણે 25 ટકાની વધુ માત્રામાં આલ્કોહોલ હોય છે. નોંધનીય છે કે આ સેન્સરને ગાડીની કિટમાં ઉપયોગ કરી પ્રયોગ કરાતાં તેમાં સફળતા મળી હતી અને તેને જીટીયુ દ્વારા પણ સ્વીકૃતિ મળી ગઈ છે.આ અંગે તેના માર્ગદર્શ પ્રો.એન.ડી.પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને જીટીયુ દ્વારા સ્વીકૃત કરાયો છે હવે તેની પેટન્ટ માટ દરખાસ્ત કરાશે જો મંજૂરી મળશે તો આગામી સમયમાં વાહનમાં તેનો અમલ કરવા પ્રયાસ કરાશે.
પેટન્ટ મેળવીને સિસ્ટમ વાહનોમાં ફીટ કરાશે
‘વધતા જતા અકસ્માતોમાં ખાસ કરીને નશાના કારણે બનાવો વધુ બનતા હોઇ આવા ઉપકરણની શોધ કરવાની ઉત્કંઠા હતી. જેમાં સાથી મિત્રો અને પ્રોફેસરોનું માર્ગદર્શન મળતાં પ્રોજેકટ તૈયાર કર્યો છે. જે કોલેજ સબમીટ કરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસીટીમાં મોકલતાં તેને સ્વીકૃતિ અપાઇ છે. આગામી સમયમાં આ પેટન્ટથી વાહનમાં સીસ્ટમ ફીટ થશે અને દારૂ પીધેલી વ્યકિત વાહનચલાવી નહી શકે.- મનીષા પઢિયાર

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો