તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMના હસ્તે પાલનપુરમાં ખેલમહા કુંભનો પ્રારંભ, રાજ્યના 40 લાખ ખેલાડીઓ જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: ગુજરાતના ખેલમહાકુંભનો મંગળવારે પાલનપુર ખાતે મુખ્યમંત્રી દ્વારા મશાલ સ્વિકારી પ્રારંભ કરાયો હતો. જે પૂર્વે મુખ્યમંત્રીનો વિરોધ કરવાનો પ્રયાસ કરનારા કોંગ્રેસ, આપ અને પાસના કાર્યકરોને નજર કેદ કરી દેવાયા હતા.રાજ્યભરના 40 લાખ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે તેમ તેમણે જણાવ્યું હતું.સુરતવાળી થવાના ભયથી ખુરશીઓ મુકાઈ નથી.

ખેલમહાકુંભના પ્રારંભ રમતવીરોએ વિવિધ રમતો રમાઇ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદ મળી રહે તે માટે પાલનપુરથી ખેલમહાકુંભ શરૂ કરાયો છે. ખેલમહાકુંભનો વિરોધ કરનારા તેની તાકાત નથી જાણતા રમત-ગમતથી યુવાનોના મનોબળ દ્દઢ બને છે. ખેલદિલની ભાવના કેળવાય છે. ભૂતકાળની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમમાં કૌભાંડો કર્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમથી 2011 માં ભારતનું સ્થાન 28મા ક્રમે હતું તે અત્યારે નવમા સ્થાને આવ્યું છે. 85 લાખ લોકોએ રમતોમાં ભાગ લીધો હતો. ખેલમહાકુંભના પ્રારંભ રમતવીરોએ વિવિધ રમતો કરી હતી. જેમાં ભારત અને કેન્યાની વર્લ્ડકપની ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઇ હતી.

આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...