તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીની અંબાજીમાં ગુરુવંદનાએ આવ્યા, લાખો યાત્રાળુઓ રસ્તામાં અટવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી: રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મંગળવારે ગુરુપૂર્ણિમાના દિને યાત્રાધામ અંબાજી ખાતે તેમના ગુરુના આશીર્વાદ મેળવવા આવ્યા હતા. જેઓ દાંતાથી વાહન માર્ગ અંબાજી પહોંચ્યા હતા. દરમિયાન આ માર્ગ પાંચ કલાક સુધી બંધ કરી દેવાયો હતો. જેના પગલે અંબાજજી માતાના દર્શન માટે આવેલા શ્રધ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવવી પડી હતી. પૂનમે મા અંબાના દર્શનાર્થીઓ ભારે હાલાકીમાં મુકાઇ ગયા હતા.

ગણેશભવન ખાતે ગુરુવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત

મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુપૂર્ણિમાના દિને અંબાજી ખાતે આવેલા તેમના ગુરુ સત્યમિત્રાનંદગિરીજી મહારાજના આશીર્વાદ ગ્રહણ કરવા આવ્યા હતા. અંબાજીના ગણેશભવન ખાતે ગુરુવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા પછી મુખ્યમંત્રી બપોરે અંબાજી મંદિરે પહોંચ્યા હતા.

દાંતા-અંબાજી વચ્ચેનો માર્ગ પાંચ કલાક સુધી બંધ કરી દેવાયો

જ્યાં માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ મંદિરના ભટ્ટજી મહારાજની ગાદી ઉપર મંદિર પૂજારી ભરતભાઇ પાધ્યાના હસ્તે રક્ષા પોટલી અને આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. દાંતા હેલીપેડથી સડક માર્ગ સવારે સાડા દશેક વાગે પહોંચેલા મુખ્યમંત્રીના પગલે દાંતા - અંબાજી સહિત અંબાજી મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતું. જેને લઇ ગુરુપૂર્ણિમાના મહત્વના દિને દર્શનાર્થે આવેલા સેંકડો યાત્રિકોને ભારે યાતનાઓ ભોગવવી પડી હતી. જેથી શ્રધ્ધાળુઓમાં રોષ ફેલાયો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો