ધાનેરામાં CMએ અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા તાકીદ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા: ધાનેરામાં પૂર આવ્યા બાદ છઠ્ઠા દિવસે વિજય રૂપાણીએ તાલુકાની મુલાકાત લીધી હતી.તેઓ થાવર હેલીપેડથી તેમજ ગંજબજારમાં આવ્યા હતા અને તેઓએ ભાજપના આગેવાનો તેમજ માર્કટયાર્ડના ચેરમેન સાથે બેઠક યોજી થયેલ નુકશાન વિશે ચર્ચા કરી હતી.જેમાં વેપારીના પ્રમુખ મંત્રીને ન આવવા દેતા વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.અને તાત્કાલિક સર્વે કરવા તંત્રને તાકીદ કરી હતી.

માર્કેટયાર્ડમાં કરોડોનું નુકસાન છતાં વિશેષ પેકેજ જાહેર નહીં કરતાં રોષ

ધાનેરામાં પૂરથી કરોડોનું નુકશાન થયું છે.રવિવારે બપોરે 1:30કલાકે મુખ્યમંત્રી વિજયરૂપાણી તેમના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,શંકર ચૌધરી,કેશાજી ચૌહાણ તેમજ અન્ય અધિકારીઓ સાથે ગંજબજાર ખાતે પહોચ્યા હતા.જયાં ઊભેલા વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને માકેટયાર્ડની ઓફીસમાં અધિકારીઅો, રાજકીય અગ્રણીઓ તેમજ માકેટયાર્ડના ચેરમેન અને કમીટી સાથે બેઠક કરી ધાનેરામાં થયેલ નુકશાની માહિતી મેળવી હતી.ત્યારબાદ તેઅોએ ખેડૂતો તેમજ વેપારીઓને સહાય માટેની ખાત્રી આપી હતી. ધાનેરા રેલનદીમાં જુનો બનેલ કોઝવે તોડવા માટે લોકોએ રજૂઆત કરતા તે કોઝવે તાત્કાલિક ધોરણે તોડી નદીને ઊંડી પાડવા મુંખ્યમંત્રી એ વહીવટી તંત્રને તાકિદ કર્યા હતા.

નગસેવકોની કામગીરીથી લોકોમાં રોષ

શહેર પૂરના કારણે ગંદકીથી ખદબદી રહયુ છે ત્યારે આ ભાજપના કોપોરેટરો પોતાના વોર્ડમાં જઈ લોકોને મળવાને બદલે એસી ગાડીઓ ફરતા હોવાથી લોકો તેમની સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
 
ધાનેરાને 300 કરોડથી પણ વધારે નુકસાન

મુખ્યમંત્રીને વેપારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા 300 કરોડથી પણ વધારે નુકશાન થયુ હોવાનું જણાવતાં મુખ્યમંત્રી એ આ નુકસાન થયેલ દુકાનો ફોટાગ્રાફ પાડી તાત્કાલિક સર્વે કરવા તંત્રને તાકીદ કરી હતી.
 
(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અહેમદ પટેલ સહિત અગ્રણીઓએ પણ મુલાકાત લીધી....
અન્ય સમાચારો પણ છે...