આખા ગુજરાતમાં તબાહી: રૂણી ગામ બન્યું પૂરનું ઘર, વ્યથાનું દ્વાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: ઉત્તર ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. પૂરના પાણી ઓસરી ગયા બાદ બનાસકાંઠાના રૂણી ગામ જેવી દશા અનેક ગામોની થવા પામી છે. માણસ જ નહીં પણ ઘર પણ બેઘર થઈ શકે છે. બનાસકાંઠામાં વિનાશક પૂરના કારણે સર્જાયેલી તબાહીના દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યાં છે.
બનાસકાંઠામાં વધુ મૃતદેહ મળ્યા

બનાસકાંઠામાં ગુરુવારે વધુ પાંચ મૃતદેહો મળ્યા છે. લશ્કરના જવાનો દ્વારા એકધારી બચાવ કામગીરી ચાલી રહી છે. 13 લાખથી વધુ ફૂડપેકેટ અને પાણીના પાઉચ વિતરણ કરાયા છે. કાંકરેજ તાલુકાના ઉણમાં 150 ગાયો પાણીમાં તણાઇ ગઇ છે. તંત્રએ 810 પશુઓના મોતની પુષ્ટિ કરી છે. બીજી બાજુ ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર અને ચરોતરમાં 7 ઇંચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. મોરબી પંથકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.
 
ઘર પણ બેઘર!
 
ઉત્તર ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. પૂરના પાણી ઓસરી ગયા બાદ બનાસકાંઠાના રૂણી ગામ જેવી દશા અનેક ગામોની થવા પામી છે. માણસ નહીં પણ ઘર પણ બેઘર થઈ શકે છે તેની બોલતી તસવીર.
 
ભારે વરસાદને કારણે હાઈવે તૂટ્યાં

માઉન્ટ, આબુરોડ અને અમીરગઢમાં સતત તેમજ ભારે વરસાદના લીધે કેટલાક માર્ગો ધોવાઇ ગયા છે. તો કેટલાક પુલ, કોઝવે, રપટ, નાળા તૂટી જવા પામ્યા છે. જેના લીધે લોકો જે-તે બજાર વિસ્તારથી વિખુટા પડી ગયા હોવાથી લોકોની દયનિય હાલત થઇ ગઇ છે. જેમાં અનેક ગ્રામજનો બન્ને કાંઠે ફસાયા હોવાથી પોતાના જીવન જોખમે તૂટેલા પુલ ઉપરથી પસાર થઇ રહ્યા છે.

લાખણીના ગણતામાં વિનાશક પૂરથી ભારે તબાહી

લાખણી તાલુકાના ગણતા ગામમાં 4 માસ પહેલા કરોડોના ખર્ચે બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેના કારણે લાખણીથી ગણતા સહિત આજુબાજુના 8 થી 10 ગામોને જોડતો રસ્તો બંધ થઇ ગયો હતો. જેના કારણે લોકો ભારે મુસીબતમાં મુકાયા હતા. જ્યારે ગામના દિનેશભાઈની પત્નીને પ્રસૂતાનો દુખાવો ઉપડતા 108ને ફોન કરતાં તૂટેલા રસ્તાઓના લીધે ના પહોંચી શકતાં આજુબાજુની મહિલાઓ દ્વારા ખુલ્લામાં જ ડિલેવરી કરાવી હતી. ગણતા ગામમાં તંત્ર પણ હજુ સુધી ફરક્યું નથી એવું પુર પીડિતો જણાવી રહ્યા છે.

કાંકરેજના ઉણમાં ગૌશાળા તણાઇ

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે મેઘ કહેર અને પૂરના પાણીથી જિલ્લામાં હજારો પશુઘન મોતને ભેટલા હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. જોકે હજુ પુરના પાણી ન ઓસરતા પશુઓના મોતનો આંક હજુ સ્પષ્ટ બન્યો નથી. જોકે જિલ્લા કલેકટર દિલીપરાણાએ 810 પશુઓના મોતની પુષ્ટિ કરી છે. ત્યાં આજે કાકરેજ તાલુકાના ઉણમાં 150 ગાયો પાણીના વહોળામાં તણાઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું.

હવે ભાટવર ગામનો વારો : ઘરોમાં પાણી ઘુસ્યા

વાવ મોરીયા માડકાના પાણી હવે ભાટવર ગામે ઘરોમાં ઘુસી ગયા છે. ભાટવર ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ગામલોકો મામલતદાર કચેરી ખાતે દોડી આવી ભાટવર ગામે ઘરોમાં પાણી ભરાયા છે. પરતુ વહીવટી તંત્ર દ્વારા કોઇ પાણી નિકાલની વ્યવસ્થા કરાઇ નથી તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો.

પૂરગ્રસ્ત વિસ્તારમાં વધુ પાંચ મૃતદેહ મળ્યા

બનાસકાંઠામાં પૂરના પાણી ઓસર્યા પછી આજે વરવું સ્વરૂપ બહાર આવી રહ્યું છે. ધાનેરામાં ગુરૂવારે  3 ખારિયામાં નદીના પટમાંથી 2 લોકોના મૃતદેહ મળ્યા છે. બીજી બાજુ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ છે. ગંદકી અને પશુઓના મૃતદેહના કારણે રોગચાળો ન ફેલાય તે માટે સફાઇનું કામ યુદ્ધના સ્તરે હાથ ધરાયું છે. 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...