તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસને 3- 3 બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર, દાંતીવાડા, અંબાજી, દિયોદર, ધાનેરા: બનાસકાંઠા જિલ્લા પંચાયતની બે બેઠકો, પાલનપુર, દિયોદર અને દાંતા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો તેમજ ધાનેરા નગરપાલિકાના વોર્ડની પેટાચૂંટણીનું પરિણામ મંગળવારે મતગણતરીબાદ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં ભાજપને 3 અને કોંગ્રેસના ફાળે ત્રણ બેઠક જઈ હતી.
બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંબાજી બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સ્વ. મુકેશ ગઢવીના પુત્ર રવિરાજ ગઢવીનો 3900 મતોથી વિજય થયો હતો. તેમણે ભાજપના કેશુલાલ ગણેશલાલ નાઇને પરાજય આપ્યો હતો. જ્યારે દાંતીવાડાની નાંદોત્રા ઠાકોરવાસ બેઠક ઉપર ભાજપના રાજેન્દ્રકુમાર જોષીનો 319 મતોથી વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના નાથુભાઇ અસાણીયાને પરાજય આપ્યો હતો.

કોંગી ઉમેદવાર નાથુભાઇએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, અમને બોગસ મતદાનની આશંકા છે. જેથી આરટીઆઇ દ્વારા માહિતી માંગીશુ. પાલનપુર તાલુકા પંચાયતની ચડોતર બેઠક ઉપર કોંગ્રેસના લીલાબેન રમેશજી ઠાકોરનો ભાજપના ભીખીબેન કરશનભાઇ વળાગાંઠ સામે 497 મતોથી વિજય થયો હતો. દિયોદર તાલુકા પંચાયતની દિયોદર બેઠક ઉપર કોંગ્રેસના મગનજી પનાજી ઠાકોરે ભાજપના ઉમેદવાર નાગજીભાઇ જોરાભાઇ દેસાઇને 1114 મતોથી પરાજય આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...