પાલનપુર: ગઇ સાલ છેલ્લા અને ત્રણ વર્ષથી વાવેતરમાં વધારો થતાં ભાવ ગગડી રહ્યા છે. ત્યારે બિયારણના ભાવ સસ્તા હોવાથી ગત વર્ષ કરતાં આ વર્ષે 8953 હેક્ટરનો વધારો થયો છે. જેમાં ડીસામાં 13500 હેક્ટરનો વધારો, જ્યારે દાંતીવાડામાં 2700 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. આમ છેલ્લા ત્રણ વર્ષથી બટાટામાં મંદીને લઇ ખેડૂતોને મોટું નુકસાન થવા છતાં વાવેતર વધતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. આમ જિલ્લાના ખેડૂતો બટાટાની ખેતી કરવા મક્કમ છે.
8953 હેક્ટરનો વધારો
જિલ્લાના ખેડૂતો મોટેભાગે ડ્રીપ ઇરીગેશન એન્ડ સ્પ્રીંકલર પદ્ધતિથી બટાટાનું વાવેતર કરે છે. ગત વર્ષે 66170 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે 75123 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ સતત ત્રણ વર્ષથી મંદીનો માહોલ છતાં આ વર્ષે પણ 8953 હેક્ટરનો વધારો થયો છે. દાંતીવાડામાં 2700 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે.
બિયારણ સસ્તુ હોવાથી વાવેતર વધ્યું
ગયા વર્ષે બિયારણ 700 થી 800 રૂપિયે કટ્ટુ હતું. જ્યારે આ વર્ષે 150 રૂપિયે કટ્ટુ છે. આમ ગઇ સાલ કરતાં બિયારણ સસ્તુ હોવાથી વાવેતર વધ્યું છે. તેમજ પરંપરાગત બટાટાની ખેતી કરતાં ખેડૂતો પોતાની પાસે મશીનરી સહિત અન્ય વસ્તુઓ પહેલેથી જ વસાવેલી હોવાથી તે પડી છે- ઇસ્માઇલભાઇ શેરૂ , ખેડૂત, રામપુરા-વડલા, તા. પાલનપુર
તસવીરો જીતેન્દ્ર પઢિયાર
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.