તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસે સ્કૂલ ચલે હમ?: દફતર માથા પર મૂકી નદી પાર કરી સ્કૂલે જતા બાળકોનો પ્રશ્ન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ: અમીરગઢ તાલુકાના ઇસવાણી, સોનવાડી, ગણેશપુરા તેમજ ભીલવાસના 80 જેટલા છાત્રોની એ કમનસીબી છે કે, તેમના રહેવાના અને ભણવાના સ્થળો વચ્ચે બનાસ નદી પસાર થાય છે. ચોમાસામાં નદીમાં પાણી આવે એટલે કિકોતરમાં આવેલી શાળાએ જવાનો રસ્તો બંધ, જૂની રરોહ, ડાભેલાના રસ્તા પરરથી જવું હોય તો પાંચ કિલોમીટરનું અંતર વધી જાય અને તેમાંયે વચ્ચે નદી તો છે જ. ત્યારે બાળકો જાણે મનમાં પ્રશ્ન કરતા હશે આવી પરિસ્થિતીમાં સ્કુલે જવુ કેમ?
પાણી ઢીંચણસમા ઓસરે એટલે વાલીઓ બાળકોને શાળાએ મુકવા જાય
પાણી ઢીંચણસમા ઓસરે એટલે વાલીઓ બાળકોને શાળાએ મુકવા જાય. ભુલકાઓ પોતાના દફતર માથા પર મૂકીને આ પાણીમાર્ગ પસાર કરતા હોય ત્યારે ભાર વિનાના ભણતર અને સ્કૂલ ચલે હમ ના સરકારી સૂત્રો કેટલા બોદા છે એ નજર સામે તરવરી ઊઠે. કીડોતરના સરપંચ પાનાબેન વાઘડીયા કહે છે કે, આઠ આઠ વર્ષથી રજૂઆત કરી છે પણ કામ થતુ નથી. ધારાસભ્ય કાંતીભાઇ ખરાડીએ કહ્યું, કોઝ-વે રપટ બનાવવા દરખાસ્ત રાજ્યકક્ષાએ મોકલી છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો