તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ નજીક કતલખાને લઇ જવાતા 14 પશુ બચાવાયા, પાટણના શખ્સની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ/હિંમતનગર/પ્રાંતિજ:બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી રાજસ્થાન સરહદે અમીરગઢ નજીક રવિવારે રાત્રે ટ્રકમાં ભરીને પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા. આ અંગેની જાણ થતાં અમીરગઢ પોલીસે વોચ ગોઠવી ટ્રક ઝડપી લીધી હતી. અને 14 પશુઓને બચાવી લીધા હતા. આ અંગે ટ્રક ચાલક પાટણના શખશની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાંથી મોટાપાયે પશુધન કતલખાને ધકેલવામાં આવી રહ્યું છે. જીવદયા પ્રેમીઓ દ્વારા અવાર-નવાર પશુ ભરેલી ટ્રકો ઝડપવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાનથી પશુઓ ભરીને કતલખાને લઇ જવાતા પશુઓને રવિવારે રાત્રે પોલીસે બચાવી લીધા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમીરગઢ પોલીસને બાતમી મળી હતી કે, ‘રાજસ્થાનમાંથી પશુઓ ભરીને કતલખાને ટ્રક જઈ રહી છે. જેથી પોલીસે અમીરગઢ નજીક વોચ ગોઠવી હતી.
જ્યાં આઇસર ટ્રક નં. જીજે-24-વી-5272 આવી પહોંચતાં તેને રોકાવી તલાસી લેતાં ટ્રકની પાછળ ઘાસચારો-પાણીની વ્યવસ્થા કર્યા વિના ખીચોખીચ ભરેલા 14 પશુઓ (ભેંસો) મળી આવી હતી. આ અંગે ટ્રકચાલક પાટણના મહેબુનવાબખાન બલોચ પાસે પાસ પરમીટ માંગતા મળ્યા નહતા. આથી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનિય છે કે જિલ્લાના માર્ગો પરથી પશુને કતલખાને ધકેલવામાં આવે છે ત્યારે પોલીસ પણ સઘન કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે.

ડીસા પાંજરાપોળમાં પશુને મોકલાયા
અમીરગઢ પોલીસે રાજસ્થાન સરહદેથી ઝડપાયેલા 14 પશુઓને કતલખાતેથી બચાવ લીધા હતા. અને ડીસા પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.
પાણપુર-કતપુર નજીકથી કતલખાને લઇ જવાતા 38 પશુઓને બચાવાયા
હિંમતનગર.હિંમતનગરના પાણપુર ચાર રસ્તા પાસેથી સોમવારે છોટાહાથીમાં ભરી પાસ પરમીટ વિના કતલખાને લઇ જવાતા ત્રણ પશુઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસે બચાવી લઇ બે જણા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. મોડાસાના છોટાહાથી નં.જીજે.09.ઝેડ.5242ના ચાલક ઇકબાલહુસેન અબ્દુલરહેમાન સાબલીયા અને જેનીફ નબીબભાઇ મુલતાની સોમવારે પાસ પરમીટ વિના ત્રણ પશુઓ વિજાપુરથી મોડાસા છોટાહાથીમાં ખીચોખીચ ભરી પાણી અને ઘાસચારાની સગવડ વિના કતલખાને લઇ જઇ રહ્યા હતા. જે અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કોમલબેન રાઠોડ, સુરેશભાઇ ગોવિંદભાઇ તથા સ્ટાફને ખબર પડતા તેમણે છોટાહાથીમાં ભરેલ ત્રણ પશુઓને બચાવી લઇ ચાલક ઇકબાલહુસેન અબ્દુલરહેમાન સાબલીયાને પકડી લઇ બે જણા વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ત્યારબાદ ચાલક ઇકબાલહુસેનને કોર્ટમાં રજુ કરતા ન્યાયાધીશએ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આગળની સ્લાઇડમાં વાંચો,પોલીસને જોઇને આઇશરનો ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો