તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ: ધારાસભ્યના ગામમાં જ ભેદી બિમારીથી છ બાળકોના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ:અમીરગઢના ધારાસભ્યના વતન ધોધું તેમજ બાજુના ખુણીયા ગામમાં ભેદી બિમારીથી છેલ્લા પંદર દિવસના સમયગાળામાં છ બાળકોના મોત નિપજતાં ફફડાટ પ્રસરી ગયો છે. જ્યાં મોડેમોડે દોડી આવેલી આરોગ્યની ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખુણીયા ગામમાં પણ આવાજ લક્ષણોથી ત્રણ બાળકો મોતને ભેટ્યા
દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીના ધોધું ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ-1 થી 8 ના વર્ગોમાં કુલ 288 છાત્રો અભ્યાસ કરે છે. જ્યાં પખવાડીયાથી ગામમાં ચાલતી ભેદી બિમારીમાં ત્રણ બાળકોના મોત થતાં ગામમાં અરેરાટી સામે ફફડાટ પ્રસરી ગયો છે. જ્યારે બાજુના ખુણીયા ગામમાં પણ આવાજ લક્ષણોથી ત્રણ બાળકો મોતને ભેટ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. છ એ બાળકો બે થી ચાર દિવસ તાવ અને ગળુ દુખાવાની તકલીફ બાદ મોતને ભેટ્યા હતા.
એક બાળક ને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો
જો કે, બુધવારે પ્રાથમિક શાળાના આચાર્ય જીજ્ઞાબેન મોદીએ ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરવા છતાં તંત્ર ન આવતાં ગુરુવારે લેખિતમાં જાણ કરતાં આરોગ્ય તંત્ર દોડતું આવ્યું હતું. અને તપાસ હાથ ધરી હતી. જ્યાં વધુ એક બાળક યુવરાજ નરેશભાઇ ચૌહાણને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો છે.
તપાસ ચાલુ છે : ડો. કી.વી. પટવા (ધનપુરા પ્રા.આ. કેન્દ્ર)

‘ધોધુ ગામમાં 4 ટીમ દ્વારા સર્વે કામગીરી ચાલુ છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ બિમારી શું છે તેનો ખ્યાલ આવશે.’
મૃત્યુ પામેલા બાળકો

1.સુમી વનાભાઇ મૂળી (ઉં.વ.11)
2.રાકેશ સુરતાભાઇ ખોખરીયા (ઉં.વ.7)
3.નીતા સુખાભાઇ ખરાડી (ઉં.વ.4) (રહે. ધોધુ, તા. અમીરગઢ)
4.સાયનાબેન લીંબાભાઇ વાટીયા (ઉં.વ.2) (રહે. ખુણીયા, તા. અમીરગઢ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો