તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢની આદર્શ નિવાસી શાળામાં શિક્ષકો દારૂની પાર્ટી કરતા હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ: અમીરગઢ તાલુકાના જોરાપુરા ગામે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળા આચાર્યની બદલીને લઇ તેમજ કેટલાક શિક્ષકો દ્વારા દારૂની પાર્ટીઓ થતી હોવાના ગંભીર મૌખિક આક્ષેપોને કારણે છેલ્લા એક અઠવાડીયાથી ચર્ચાસ્પદ બની છે. જો કે, શુક્રવારે અધિકારીઓએ શાળામાં દોડી આવી આચાર્યને પુન: ચાર્જ સોંપ્યો હતો અને વાલીઓના આક્ષેપોની તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.
- અમીરગઢના જામપુરામાં તંત્ર દોડ્યું, આચાર્યએ પુન: ચાર્જ સંભાળતાં મામલો થાળે પડ્યો
- વાલીઓ અને છાત્રોએ આચાર્યની બદલી રોકવા રજૂઆત કરી હતી

અમીરગઢ તાલુકાના જોરાપુરા ગામે વર્ષ 2003માં આવેલી આદર્શ નિવાસી કન્યા શાળા શરૂ કરાઇ હતી. જેમાં વર્તમાન સમયે ધોરણ-1 થી 11 ના ચાલતા વર્ગોમાં અંદાજે 130 જેટલી કન્યાઓ અભ્યાસ કરે છે. પરંતુ થોડાક દિવસ અગાઉ આચાર્યની બદલી થઇ જતાં વાલીઓ રોષે ભરાયા હતા. અને િવદ્યાર્થીનીઓને સાથે રાખી આચાર્યની બદલી રોકવા જિલ્લા વહિવટી તંત્રમાં રજૂઆત કરાઇ હતી. તેમજ સ્ટાફના કેટલાક શિક્ષકો દારૂની પાર્ટી કરતા હોવાના મૌખિક આક્ષેપો કર્યા હતા.

દરમિયાન શુક્રવારે નાયબ કલેકટર અને પ્રાયોજના અધિકારી જોરાપુરની શાળાએ દોડી આવ્યા હતા. તો બીજી તરફ વાલીઓ પણ ઉમટી પડતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમીરગઢ પીએસઆઇ એમ.જે. ચૌધરીએ પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્ત ગોઠવ્યો હતો. અઠવાડીયાથી ચાલતા પ્રશ્નનો હલ આવતાં છત્રોએ શાળામાં પ્રવેશ કર્યો હતો અને આવનારી પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગઇ હતી.
પરીક્ષાને ધ્યાનમાં રાખી કન્યાઓને શાળામાં મુકી
‘પરીક્ષા આવતી હોવાથી કન્યાઓને પુન: શાળાએ અભ્યાસ અર્થે મોકલવામાં આવી છે પરંતુ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વાલીઓ પુન: ઉગ્ર આંદોલન કરે તેવી સંભાવના છે.’ - શંકરભાઇ માણસા (તા.પં. પ્રમુખ, અમીરગઢ)

- નિવાસી શાળામાં ગૃહમાતા જ નથી

‘જોરાપુરા આદર્શ કન્યા િનવાસી શાળા 14 વર્ષ અગાઉ શરૂ થઇ છે તેમ છતાં આ શાળામાં નિયમોઅનુસાર ગૃહમાતાની જગ્યા હજુ સુધી ભરવામાં ન આવતાં અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. તે ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકની જગ્યા પણ છેલ્લા છ માસથી ખાલી હોવાથી વિદ્યાર્થીનીઓના ભણતર ઉપર માઠી અસર થઇ રહી છે.’ - ચમનલાલ રાયદરા (વાલી)

દોષિતો સામે પગલાં ભરાશે

‘જેમની વિરુદ્ધ રજૂઆત થઇ છે. તેની તપાસ કરી દોષિતો સામે પગલાં ભરાશે. જ્યારે છાત્રાઓના પ્રશ્નોનું સુખદ સમાધાન થયું છે. જ્યારે શાળામાં ગૃહમાતાની જગ્યા માટે સ્ટાફ ઓછો હોવાથી સિનિયર શિક્ષિકાને ચાર્જ એલાઉન્સ આપીને ગૃહમાતાનો ચાર્જ અપાયો છે.’- એસ.કે. રાઠોડ (પ્રાયોજના અધિકારી, બનાસકાંઠા)
અન્ય સમાચારો પણ છે...