તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદરવી મહાકુંભ: આરાસુરના માર્ગો પર છલકાયો ભક્તિનો ઉમંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી:  ભાદરવી પૂનમ... મા અંબાને નવરાત્રીમાં વહેલાસર પધારવા નિમંત્રણ આપવાનું ટાણું. ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના શ્રદ્ધાળુઓ આ અવસરે મા અંબાના ચરણે શિશ ઝુકાવવા નીકળી પડ્યા હતા. માનાં જ્યાં બેસણાં છે તેવા આરાસુરને જોડતા  તમામ માર્ગો શાનિવારે માઇભક્તોથી ઊભરાઇ ગયા હતા. અસ્ખલિત વહેતા ઝરણાંની જેમ ભક્તોનો પ્રવાહ માતાજીને મળવા ઝપાટાભેર આગળ વધી રહ્યા છે. બસ એક જ આશ લઇને, માને વહેલાસર મળી લઉં, દર્શન કરી લઉં. હાલ ઊભા માર્ગે જય જય અંબે...નો જયકારો ગૂંજી રહ્યો છે.
 
આગળ વધુ વાંચો: ખેડબ્રહ્મા મંદિરે 52 ગજની ધજા ચઢાવી 
 
અન્ય સમાચારો પણ છે...