તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવી મેળો : અંબાજીને નવ ઝોન અને બાવીસ સેકટરમાં વહેચાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી:યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી મહાકુંભમાં ચાલુ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાઓના પગલે આગોતરુ આયોજન અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ અંગે વિસ્તૃત જાણકારી પુરી પડાવા માટે થઇ વહિવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર જેનુ દેવન, જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજર, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા સંલગ્ન તમામ વિભાગની અધિકારીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જ્યાં ચાલુ સાલે યોજાનાર ભાદરવી મેળા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાયો છે.
યાત્રિકોને વેલકમનો મેસેજ
અંબાજીમાં આવનારા યાત્રિકોને દાંતા હડાદ તેમજ વિરમપુર તરફથી પ્રવેશતાંજ માઇભક્તોના મોબાઇલ ઉપર વેલકમનો મેસેજ મળી શકશે. તેમજ અંબાજી મંદિર 02749 262000 નંબર ઉપરથી વિવિધ છ નંબર કનેકટ કરી જુદાજુદા 10 અધિકારીઓ દ્વારા હેલ્પ સેન્ટરનું મોનીટરીંગ કરવામાં આવશે.
ફેસબુક અને વોટસ એપ ઉપર મેળાનુ પ્રસારણ
દેશ અને વિદેશમાં વસતા માઇભક્તોને સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી સમગ્ર મેળાનુ જીવંત પ્રસારણ www.fecebook.com/ ambaji temple official ઉપર યુ ટ્યુબ અને વોટસએપ નંબર 9408546152 નંબર ઉપરથી વોટસએપ દ્વારા વિવિધ જાણકારી અને યાત્રિકો પોતાના અભિપ્રાય અને સુચન પણ મંદિર ટ્રસ્ટને આપી શકશે.
અંબાજીને 22 સેકટરમાં વહેચાયું
પોલીસ વિભાગ દ્વારા અંબાજી હડાદ અને દાંતા મળી સમગ્ર વિસ્તારને નવ ઝોન અને 22 સેકટર માં પરિવર્તન કરવામાં આવ્યો છે.જ્યાં 11 માંથી 51 જગ્યાઓ ઉપર સોલાર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, સહિત 14 જગ્યાઓ ઉપર જનરેટરની વ્યવસ્થા 101 જગ્યાએ ફિકસ કેમેરા, તથા 17 જગ્યાએ પીટીઝેડ કેમેરા મળી 118 કેમેરાની વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવી છે. એ સાથે સમગ્ર મેળાનુ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.
ત્રણ લાખ ફુટ વોટરપ્રુફ શામિયાણા
અંબાજીથી લઇ હડાદ, દાંતા, વિરમપુર તરફના માર્ગો ઉપર જુદી જુદી ત્રણ લાખ ચોરસ ફુટ વોટરપ્રુફ શામિયાણાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આગળની સ્લાઇડમાં વાંચો,મેળાનુ જીવંત પ્રસારણ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો