તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી મેળાના બીજા દિવસે 3 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના ચરણ પખાળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી:ભાદરવી મેળાના બીજા દિને અંબાજીધામને જોડતાં માર્ગો ઉપર જાણે શ્રદ્ધાનું કીડીયારૂ ઉભરાયું છે. મેળો ધીમેધીમે જામી રહ્યો છે. એ સાથે અંબાજીધામ અને ગીરીમાળામાં અંબાનો જય જયકાર ગુંજી રહ્યો છે. રવિવારે 2,99,325 શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી પાવન બન્યા હતા.
બપોર દરમિયાન યાત્રિકોનો સામાન્ય ધસારો જોવા મળ્યો હતો
અંબાજી ભાદરવી મેળાના બીજા દિને અંબાજીને જોડતાં માર્ગો ઉપર બપોર દરમિયાન યાત્રિકોનો સામાન્ય ધસારો જોવા મળ્યો હતો. ત્યારબાદ સાંજના ચાર વાગ્યા બાદ શ્રદ્ધાળુઓના પ્રવાહમાં વધારો જોવા મળતાં અંબાજીની ગીરીમાળા અને ઘાંટીવાળા માર્ગો ઉપર જાણે શ્રદ્ધાનું કીડીયારૂં ઉભરાયું એ સાથે જ અંબાના જય નિનાદથી ગીરીમાળા ગૂંજી ઉઠી છે. બીજા દિવસે વહેલી સવારે નિજ મંદિરમાં અને દર્શનાર્થીઓની દર્શન માટે લાંબી કતાર જોવા મળી હતી. જો કે, વહિવટી તંત્રની સુવિધાને લઇ માઇભક્તો સુખરૂપ દર્શન કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો