અંબાજી ભાદરવી મહાકુંભ સંપન્ન, 7 દિવસમાં 31.34 લાખ ભક્તોએ કર્યા માનાં દર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી: અંબાજી ભાદરવી મહાકુંભ શુક્રવારે એકાદ બે ઘટનાઓને બાદ કરતાં નિર્વિધ્ને સુખરૂપ સંપન્ન થયો છે. મેળાના અંતિમ દિવસે શુક્રવારે 2.17 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. સાત દિવસીય મેળા દરમિયાન કુલ 31.34 લાખ યાત્રિકોએ મા અંબાના પાવનકારી દર્શન કરી નવલા નોરતામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. પૂનમે ચાચરચોક સહિત આખુ ધામ અંબામય બની ગૂંજી ઊઠ્યું હતું.અંબાજીમાં શુક્રવારે પૂનમે નિત્ય પૂનમિયા દર્શનાર્થીઓ, પદયાત્રી સંઘોથી વહેલી સવારે હૈયે હૈયુ ચંપાય તેવી ભીડ જામી હતી.
સાત દિવસના મેળામાં એકાદ-બે ઘટનાને બાદ કરતાં મેળા નિર્વિધ્ને સંપન્ન
વહેલી પરોઢથી જ દર્શનાર્થીની કતાર સાથે પોલીસ તેમજ એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આદ્યશક્તિ દ્વારા માતાજી અનન્ય શક્તિ અને સેવા થકી નિર્વિધ્ને પસાર થયેલને મેળાને લઇ મા અંબાને ધ્વજારોહણ કરાયું હતું. ખાખી વર્ધી જાણે મા અંબાના રંગે રંગાઇ ગઇ હતી. બપોર બાદ અંબાજીના માર્ગમાં ઉપર વિવિધ યાત્રિક વાહનોની ધમચાકડી જોવા મળી હતી. સાત દિવસના મેળામાં એકાદ-બે ઘટનાને બાદ કરતાં મેળા નિર્વિધ્ને સંપન્ન થયો હતો. જેને લઇ વહીવટી તંત્રએ પણ હાશકારાની લાગણી અનુભવી છે.

ખેડાના માઇભક્તે એક કિલોગ્રામ સુવર્ણદાન કર્યું
ખેડાના રહીશ માઇભક્ત નવનીતભાઇ શાહે શુક્રવારે 31 લાખ રૂપિયાની કિંમતનું એક કિલો ગ્રામ સોનુ મા અંબાના ચરણમાં ભેટ ધર્યું હતું. જેને લઇ ઉપસ્થિતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.

મેળાના 7 દિવસ, આંકડામાં
યાત્રિકોની સંખ્યા : 31,34,317
પ્રસાદ વિતરણ : 19,42,757
ભોજન પ્રસાદ : 4,03,265
ભંડારો : રૂ.2,50,98,738
બેન્ક આવક : રૂ. 2,26,80,000
કુલ આવક : રૂ.4,77,78,738
બસ મુસાફરી : 8,38,930
એસએમએસ : 10,99,266
ઉડન ખટોલા : 52,046
ધજારોહણ : 16,150
દર્શનનો સમય

આરતી સવારે 06-15થી 06-45
દર્શન સવારે 06-45થી 11-30
દર્શન બંધ 11-30થી 12-30
દર્શન બપોરે 12-30 થી 4-30
દર્શન બંધ 04-30 થી 0 7-00
આરતી સાંજે 07-00થી 07-30
દર્શન સાંજે 07-30થી01-30
દર્શન બંધ 01-30 થી 06-15
મા અંબાનો ભંડારો છલકાયો4.77 કરોડ રોકડ દાન મળ્યું

ભાદરવી પૂનમે મા અંબાના દર્શને આવેલા ભક્તોએ ભંડારો છલકાવી દીધો હતો. 7 દિવસમાં ભંડારામાં ભેટની આવક રૂ.2,50,98,738 અને બેન્કની આવક રૂ. 2,26,80,000 મળી કુલ રૂ.4,77,78,738 દાન મળ્યું છે. જયારે આ વર્ષે 31 લાખ 34 હજાર 317 લોકોએ દર્શન કર્યા, ગત વર્ષે 28 લાખ 92 હજાર 309 ભક્તોએ દર્શન કર્યા હતા. જેની સરખામણીએ આ વર્ષે 2 લાખ 42 હજાર 008 યાત્રિકો વધુ આવ્યા હતા.વિશ્વભરમાંથી 1.45 લાખથી વધુ લોકોએ ઘેરબેઠા વેબસાઇટ પરથી માના દર્શન કર્યા, 8 લાખે ફેસબુક, યુટ્યુબ અને વોટસએપના માધ્યમથી લાભ લીધો હતો.

આગળની સ્લાઇડમાં વાંચો, મેળાની સાથે.…સાથે…..
અન્ય સમાચારો પણ છે...