તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી ભાદરવી મેળાના ત્રીજા દિવસે 5.16 લાખ ભક્તોએ માના દર્શન કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી:યાત્રાધામ અંબાજી મા ભાદરવીનો મહામેળો ધીમેધીમે જામી રહ્યો છે. દૂરદૂરના અંતરેથી પ્રસ્થાન કરતા માઇભકતો માના ધામ નજીક પહોંચી રહ્યા છે. જ્યાં અરવલ્લીની દુર્ગમ ઘાટીઓમાં મા અંબાનો જયઘોષ ગુંજી રહ્યો છે.દરમિયાન મેળાના ત્રીજા દિવસે સોમવારે 5.16 લાખ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમવારે નંદી ઉપર આરુઢ મા અંબાએ શક્તિ ઉપાસકો ઉપર કૃપા દ્રષ્ટી કરી હતી.
દાંતા, હડાદ, અંબાજી અને દાંતાના માર્ગો ઉપર માઇભક્તોનો પ્રવાહ શરૂ થઇ ગયો
યાત્રાધામ અંબાજીમાં ભાદરવીમેળાની પ્રારંભે શ્રદ્ધાળુઓની ઓટ વર્તાવી હતી. મેળાના બીજા દિવસે પણ અંબાજીને જોડતા નજીકની માર્ગો ઉપર નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે દૂર દૂરના અંતરેથી નિકળેલી માઇભક્તો ત્રીજા દિવસે યાત્રાધામ નજીક પહોંચ્યાછે. જેને લઇ પાલનપુર થી દાંતા સતલાસણા, દાંતા, હડાદ, અંબાજી અને દાંતાના માર્ગો ઉપર માઇભક્તોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. જેને લઇ અરવલ્લીગીરી શૃંખલા પણ જાણે શક્તિ અને ભક્તિના રંગે રંગાઇ છે. અને માનવ સાંકળ રચાઇ છે.
દર્શન માટે રેલીંગમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને બાંબી કતાર લાગે છે
બીજી તરફ માતાજીના મંદિરે પણ દર્શન માટે રેલીંગમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને બાંબી કતાર લાગે છે. પંરતુ વહીવટી તંત્ર દ્વારા દર્શન માટે સુચારુ આયોજનને લઇ આઠ નંબરના દરવાજોથી શ્રદ્ધાળુઓ બહાર નિકળી શ્રદ્ધાળુઓ વિવિધ ખાણીપાણી અને ખરીદી પતાવી વતનની વાટ પકડે છે. મંદિર પરિસરમાં પણ અયોગ્યલક્ષી સેવા પુરી પડાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસમાં 40 હજારથી પણ વધુ યાત્રિકોએ સારવાર અપાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે મેળાના ત્રીજા દિવસે 5,16,326 શ્રદ્ધાળુઓ મા અંબાને ચરણે શીશ ઝુકાવ્યું હતું.
દર્શનનો સમય
આરતી સવારે 06-15થી 06-45
દર્શન સવારે 06-45થી 11-30
દર્શન બંધ 11-30થી 12-30
દર્શન બપોરે 12-30 થી 4-30
દર્શન બંધ 04-30 થી 0 7-00
આરતી સાંજે 07-00થી 07-30
દર્શન સાંજે 07-30થી01-30
દર્શન બંધ 01-30 થી 06-15

ભિલોડાના દંપતિને દર્શનાર્થે જતાં અકસ્માત નડ્યો
હિંમતનગર . બાઇક ઉપર અંબાજી દર્શનાર્થે નીકળેલ ભિલોડાના લક્ષ્મણભાઇ નેડાણ (ઉ.વ.45) અને તેમની પત્નિ જીવનીબેન નેડણ (ઉ.વ.44)ને ભિલોડા અંબાજી રોડ ઉપર ટ્રકે ટક્કર મારતાં બંનને ઇજાઓ થઇ હતી જેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગળની સ્લાઇડમાં વાંચો,ગેસ્ટ હાઉસમાં સામાન્ય રૂમના 4 એસી રૂમના 7 હજાર પડાવાય છે...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો