તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી ભાદરવી મેળાનો પ્રારંભ: માના દર્શન કરી અહીં રહેજો... ઘૂમજો...ને આરામ કરજો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી:શક્તિધામ અંબાજી ખાતે શનિવારથી ભાદરવી મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. જે 16 સપ્ટેમ્બર એમ સાત દિવસ સુધી ચાલશે. મા અંબાના દર્શનાર્થે અને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સેવા અને સુરક્ષા માટે થઇ તંત્ર સજ્જ થઇ ગયું છે. શ્રદ્ધાળુઓ સુખરૂપ દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય વધારી અને 15 કલાક, 45 મિનિટનો કરાયો છે. યાત્રિકોની સગવડ જળવાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓની 16 સમિતિની રચના દ્વારા અંબાજીધામ અને વિસ્તારને અભેધ સુરક્ષા કવચથી મઢી દેવામાં આવશે.
17 કંટ્રોલ પોઇન્ટ દ્વારા મેળાનુ સંચાલન કરવામાં આવશે
જ્યારે અંબાજીમાં મા અંબાના ચરણ પખાળવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ કે નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં ભૂમિકા નિભાવતા એસટી વિભાગ દ્વારા કુલ 1220 બસોના સંચાલન દ્વારા જુદા-જુદા 9 બુથો દ્વારા એસટી પરિવહનનું સંચાલન કરવામાં આવશે. મેળા દરમિયાન વિજપુરવઠો ખોરવાઇ ન જાય તદઉપરાંત અંબાજીને જોડતા માર્ગો અને ઘાંટીવાળા વિસ્તારમાં પદયાત્રિઓને પ્રકાશ મળી રહે તે માટે થઇ વિજતંત્ર દ્વારા જુદાજુદા 17 કંટ્રોલ પોઇન્ટ દ્વારા મેળાનુ સંચાલન કરવામાં આવશે. જેમાં બસ સ્ટેન્ડથી લઇને મંદિર સુધી રેલીંગ વ્યવસ્થા, યાત્રિકોની લાઇનમાં પીવાના પાણી તેમજ લીંબુ શરબતની વ્યવસ્થા પણ કરાઇ છે. યાત્રિકોને પુરતી પ્રસાદ મળી રહે તે માટે મંદિર ચાચર ચોકમાં વધારાના ભેટ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
અંબાજીધામમાં આજથી ભાદરવી મેળાનો પ્રારંભ
1200-એસટી બસ ભક્તોને ઘેર પહોંચાડાવા વ્યવવ્થા
30લાખથી-શ્રદ્ધાળુઓ 7 દિવસમાં ઉમટશે
800 -સંઘો પગપાળા સંઘો આવે છે રાજ્યભરમાંથી
5000-પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરાઇ છે
108-સ્થળોએ આરામની વ્યવસ્થા વોટરપ્રૂફ શમિયાણા
મા અંબાના દર્શન કરી અહીં પણ જાજો....

માનસરોવર
અંબાજી મંદિરથી નજીકમાં પૂર્ણ દિશામાં પુરાણું માનસરોવર આવેલુ છે. ભગવાન શ્રી કૃષ્ણના ચૌલકર્મ વખતે વાળ ઉતારવાની વિધિ પછી માનસરોવરના પાણીથી શ્રી કૃષ્ણને સ્નાન કરાવ્યાની માન્યતા છે. આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ આ સ્થળે પોતાનાં બાળકોની ચૌલક્રિયા-બાબરી અહી કરાવે છે.
કુંભારિયાના જૈન દેરાસરો
ચિતોડના રાણા કુંભાએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક કુંભારિયા વસાવ્યુ હતું. ભીમદેવે સોલંકીના સમયમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમળશાએ અગિયારમી સદીમાં બધે વિજય અને સફળતા મેળવ્યા બાદ તેની યાદમાં કુંભારિયામાં જૈન દેરાસરો બાંધવા વિચાર્યું. વિમળશાના પત્ની સુમંગલા માતાજીનાં પરમ ઉપાસક હતાં. માતાજીએ સ્વપ્નમાં કહ્યું તારી બધી ઇચ્છા પૂરી થશે. વિમળશાએ સફેદ આરસના 360 જૈન મંદિર બનાવ્યાં.
કૈલાસ ટેકરી
ખેડબ્રહ્મા રોડ ઉપર અંબાજીથી નજીકના અંતરે કૈલાસ ટેકરી છે. અહીં મહાદેવનું મંદિર તથા સનસેટ પોઇન્ટ પણ છે. આ ટેકરી ઉપર હૈડાખંડી ભોલેબાબાનો આશ્રમ પણ છે. શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.
મૂળ સ્થાન ગબ્બર પર્વત
અંબાજી મંદિરની પશ્ચિમ દિશામાં 3 કિ.મી.ના અંતરે ગબ્બર પર્વત આ‌વેલો છે. આ સ્થાન માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. ગબ્બર પર્વત ઉપર માતાજીનું મંદિર છે. આ સ્થાને માતાજીની અખંડ જ્યોત પ્રગટે છે. ગબ્બર ચડવા માટે 999 પગથિયાં છે. ઉડન ખટોલાની સગવડ છે. ગબ્બર પર્વતનો ઇતિહાસ ભવ્ય રીતે સંકળાયેલો છે. ‘જે ચડે ગબ્બર તે બને બબ્બર’ એવી લોકોકિત પણ પ્રચલિત છે.
કોટેશ્વર
અંબાજીથી પૂર્વ દિશામાં 5 કિમી ના અંતરે કોટેશ્વર આવેલુ છે. આ જગ્યા ખુબજ પ્રાચીન સમયની હોવાનુ મનાય છે. પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અહીં છે. નદીના ઉદગમસ્થાનની બાજુમાં જ કોટેશ્વર મંદિર આવેલુ છે. કહેવાય છે કે, આદિ કવિ વાલ્મિકી ઋષિએ અહીં તપ કર્યું હતું. તથા પવિત્ર ધર્મગ્રંથ રામાયણના લેખનનો પ્રારંભ પણ કોટેશ્વરથી થયો હતો. અહીં વાલ્મિકી ઋષિની ગુફા પણ હયાત છે. પ્રાચીન કાળમાં આ સ્થાન ઋષિઓનો આશ્રમ હોવાનુ કહેવાય છે. રજવાડાના સમયમાં પણ કોટેશ્વર વિસ્તારમાં શિકાર કરવાની મનાઇ હતી. આ સ્થાન તપોભૂમિ કહેવાય છે.શ્રદ્ધાળુઓ માટે આ જગ્યા સવિશેષ મહત્વ ધરાવે છે. સરસ્વતી નદીના ઉદગમસ્થાન પાસે વહેતી જલધારાને માથે ચઢાવી યાત્રિકો ધન્યતા અનુભવે છે. કોટેશ્વર જવા માટે એસટી બસ અને ટેક્ષીઓની પણ સગવડ છે.
અંબાજીમાં માર્બલ ઇન્ડસ્ટ્રીઝ પદયાત્રિકો, તંત્રને મદદરૂપ થશે
અંબાજીમાં માર્બલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યાત્રિકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે. જેમાં ડી.કે. ત્રિવેદી એન્ડ સન્સ દ્વારા પાણીની પરબ અને ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ પોલીસ અને એસઆરપી જવાનો માટે રહેવા માટે જગ્યા ફાળવી છે.
આજથી અંબાજીનુ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ બંધ
ભાદરવી મેળા દરમિયાન યાત્રિકોને સુખરૂપ દર્શન થઇ શકે તે માટે અંબાજીનું મુખ્ય બસસ્ટેન્ડ શનિવારથી બંધ કરી જુદા જુદા 9 બુથો દ્વારા સંચાલન કરાશે.

એસટી કર્મચારીઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા
એસટી કર્મચારીઓ દ્વારા જ સીધા સામાનનું દાન મેળવી સાત દિવસ માટે અંબાજી આરટીઓ સર્કલ પાસે એસટી કર્મચારીઓ માટે સૌપ્રથમાવાર નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરાઇ છે.
યાત્રિકોનો વીમો લેવાયો
આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીથી 20 કિલોમીટર સુધીમાં પ્રવેશેલા યાત્રિકોનો વીમો લેવાયો છે.
આગળની સ્લાઇડમાં વાંચો, આરતી-દર્શન સમય,ઉપયોગી અગત્યના નંબર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો