અહેમદ પટેલે ધાનેરા, ચંડીસર, રામસણ અને થરાની મુલાકાત લીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: કોંગ્રેસના ટોચના નેતાઓ અહેમદ પટેલ, અશોક ગેહલોત સહિતના  નેતાઓએ રવિવારે ધાનેરા, ચંડીસર, રામસણ અને થરાની  મુલાકાત લીધી હતી. આ સમયે અહેમદ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના આ ધારાસભ્યો સરકારના ડરથી તેમનો મત વિસ્તાર છોડીને જતા રહ્યા છે. પૂર સમયે તમામ ધારાસભ્યો પૂરપિડીતોની પડખે હતા.’

કોંગ્રેસના દિગ્ગજોએ મીડિયા સાથે વાતચીત કરી

સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતમાં પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિના નિરીક્ષણ માટે મોડા મોડા પધારેલા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ રવિવારે પૂરની પરિસ્થિતિ બાદ લગભગ આઠમાં દિવસે નિરીક્ષણ કરવા આવ્યા હતા.  રવિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા કોંગ્રેસના દિગ્ગજોએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

પૂર સમયે તમામ ધારાસભ્યો પૂરપિડીતોની પડખે હતા

વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભયાનક પુરની પરિસ્થિતિ સર્જાયેલી છે અને તેવા સમયે બનાસકાંઠા જિલ્લાના ત્રણ ધારાસભ્યો બેંગલુરું તે અંગે અહેમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના આ ધારાસભ્યો સરકારના ડરથી તેમનો મત વિસ્તાર છોડીને જતા રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પૂર સમયે તમામ ધારાસભ્યો પૂરપિડીતોની પડખે હતા.’કોંગ્રેસના ધારાસભ્યો એક ખુરશીના ચક્કરમાં ગુજરાતના ૪૪ ધારાસભ્યોને બેંગ્લોર લઇ ગઈ છે તેમાં બનાસકાંઠા જિલ્લાના સૌથી અસરગ્રસ્ત વિસ્તાર એવા ડીસા, ધાનેરા અને કાંકરેજના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...