તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ સાથે બાઈક પર જતી મહિલાએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ: થરાદના લેડાઉ ગામની મહિલા બુધવારે પતિ સાથે જઈ રહી હતી તે દરમિયાન કેનાલમાં કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.આ ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને થરાદના પાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા તાત્કાલિક પહોંચીને શોધખોળ કરી બહાર કાઢી હતી.  થરાદના લેડાઉ ગામની મહિલા બુધવારે પતિ સાથે બાઈક પર જઈ રહી હતી તે દરમિયાન મહાજનપુરા ગામની નર્મદા નહેરના પુલ પરથી અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં છલાંગ લગાવી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને થરાદના નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા તાત્કાલિક પહોંચીને શોધખોળ હાથ ધરાઇ હતી.

 

બે કલાકની જહેમત બાદ મૃતદેહ બાહર કઢાયો

 

જો કે, બે કલાકની જહેમત બાદ તરવૈયાએ મહિલાના મૃતદેહને બહાર કાઢી તેના પરિવારને સોંપ્યો હતો. મહિલાના પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું કે ‘એ મહિલા તેના પિયર મળવા ગયેલ હતી ત્યારબાદ મહિલાનો પતિ બાઇક લઇને મહિલાને સાસરે લઇને આવતા હતા ત્યારે થરાદના મહાજનપુરા ગામ પાસેના નર્મદા પુલ પરથી કેનાલમાં મહિલાએ છલાંગ મારી મોતને વહાલું કર્યું હતું.આ ઘટનાથી સમગ્રપંથકમાં ચકચાર મચી ગઇ હતી. 

 

આગળની સ્લાઈડ્સ પર જુઓ કેનાલમાં મહિલાની આપઘાતની તસવીરો

અન્ય સમાચારો પણ છે...