જળસંકટ / બનાસ નદી સૂકી ભઠ્ઠ ખેડૂતો 200 હોલિયા બનાવી ખેતી કરી રહ્યા છે

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 08:34 AM
Farmers are cultivating 200 halis in Banas river
X
Farmers are cultivating 200 halis in Banas river

પાલનપુર: ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી પસાર થતી બનાસ નદી હાલ કોરી ધાકોર પડી છે, પરંતુ નદી કાંઠાના વિસ્તારોમાં 25થી 30 ફૂટે મીઠું પાણી મળી રહેતું હોઇ ખેડૂતો હોલિયા બનાવી તેમાંથી સિંચાઈનું પાણી મેળવી રહ્યા છે. આ વર્ષે સિંચાઇના પાણીની તીવ્ર અછત વચ્ચે બંને જિલ્લાના કાંઠાના ખેડૂતોએ વાવેતર કરેલા ખેતીપાકો માટે આ પાણી સંજીવની પુરવાર થઇ રહ્યું છે. રાધનપુરના ગોચનાદથી ડીસા તરફના એક કિલોમીટર સુધીના બનાસ નદીના સૂકા પટમાં ખેડૂતો દ્વારા 200થી વધુ હોલિયા બનાવાયા છે. અહીં 25થી 30 ફૂટે પાણી મળી રહ્યું છે.

સમીના નદીકાંઠાનાં ગામોમાં જીરુની મોટા પાયે વાવણી
1.સમી તાલુકાના ખેડૂત વસાભાઈએ જણાવ્યું હતું કે ધધાણાથી અમરપુરા સુધી જીરુ, એરંડા અને ઘઉંનું, જ્યારે રાધનપુરના મસાલી, બાદરપુરા, નજુપુરા, ધરવડીમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.
અતિવૃષ્ટિથી પાણીનો આવરો રહેતાં જળસ્તર ઊંચુ આવ્યું
2.બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં આવેલા ઘોડાપૂરના કારણે વર્ષોથી સૂકી નદીમાં મહિના સુધી પાણીનો આવરો રહેતા પાણીનાં તળ ઊંચાં આવ્યાં હતાં. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App