થરાને તાલુકો જાહેર કરવા પાલિકા પ્રમુખની સીએમને લેખિત રજૂઆત

Kankrej News - written submission to municipal president cm to declare tharaka taluka 023729

DivyaBhaskar News Network

Jan 12, 2019, 02:37 AM IST
કાંકરેજ તાલુકામાં 106 ગામો છે. જેમનો વહીવટીની દ્રષ્ટિએ પણ વિકાસ રૂંધાય છે. થરાને તાલુકો જાહેર કરવા થરા પાલિકા પ્રમુખે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

કાકંરેજ તાલુકોએ વિસ્તારની દ્રષ્ટીએ બનાસકાંઠાનો વિશાળ તાલુકો છે. તાલુકામાં આવેલું વેપારીમથક થરા શહેરએ કાંકરેજનું વિકાસની હરણફાળ ભરી રહેલું એક માત્ર શહેર છે. થરા શહેરની આજુબાજુ અનેક ગામડાઓ આવેલા છે. આ ગામડાઓમાં ગરીબ અને ખેતમજૂરી પર ગુજરાન ચલાવતી પ્રજા રહે છે. આવા મધ્યમ અને ગરીબ માણસોને નાના સરખા સરકારી કામ માટે શિહોરી સુધી ધક્કા ખાવા પડે છે. શિહોરીમાં એજન્ટો દ્વારા આવી ગરીબ પ્રજાને લૂંટવામાં આવી રહી છે. ગરીબ પ્રજા છેવાડાના ગામડાઓમાંથી પોતાનો આખો દિવસ બગાડી ભાડા ભાગી શિહોરી જાય છે. પૈસા ખર્ચ થવા છતાં પણ નાના સરખા સરકારી કામ થતાં નથી. આથી સમયે જો થરાને તાલુકો જાહેર કરવામાં આવે તો અનેક લોકોને લાભ થશે. લોકોનો સમય બચશે. ગરીબ પ્રજા અને છેવાડાના ગામડાઓને ઘણો ફાયદો થશે.

આ બાબતે થરા નગરપાલિકાના પ્રમુખ વિનોદ ઠાકોરે થરાને તાલુકો બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત માંગ કરી છે. ત્યારે અન્ય ધારાસભ્ય સહિતના ચુંટાયેલા લોક પ્રતિનિધિઓ સરકારમાં રજુઆત કરી થરા શહેરને તાલુકાનો દરરજો આપાવે એવી ઉગ્ર લોક માંગ છે.

X
Kankrej News - written submission to municipal president cm to declare tharaka taluka 023729
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી