પત્ની પિયર જતી રહેતાં પતિએ સાઢુના ઘરે જઈ હુમલો કર્યો

Palanpur News - while leaving his wife pierre the husband attacked the house of sadhu 081621

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
જુના ડીસાના નવાપુરા ગામે પત્નિને પિયરીયે ભગાડી ગયા હોવાના આક્ષેપો સાથે પતિએ તેના સાઢુ મહેશ કરશનભાઇ રા‌વળના ઘરે પહોચી સાઢુ સહિત તેમના પરાવીરના લોકો પર તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરતા ફરીયાદ નોધાઇ હતી.

જુના ડીસાના નવાપુરા ગામે રહેતા મહેશભાઇ કરશનભાઇ રા‌વળની સાળીના લગ્ન વાસણ ગોળીયા ગામે રહેતા રસિકભાઇ બાલુભાઇ રાવળ સાથે થયા હતા.જો કે રસિકભાઇની પત્નિ પિયરીયે જતી રહેતા 28 નવેમ્બરે રસીકભાઇ સહીત બે શખ્સો હથીયારો સાથે મહેશભાઇના ઘરે પહોચ્યા હતા.અને મારી પત્નિને કેમ પિયરીયે ભગાડી ગયા છો તેવુ કહી મહેશભાઇને ધારીયુ સહીત તેમના કાકાને તલવારના ઘા ઝીંકી કરશનભાઇને પણ મારમારતા સારવાર અર્થે ખસેડાયા હતા.જેને લઇ 6 દિવસ બાદ મહેશભાઇના માતાએ ડીસા પોલીસ મથકે માર મારનારા બાબુભાઇ વાસ્તાભાઇ રાવળ, રસિકભાઇ બાલુ ભાઇ રાવળ અને બાલુભાઇ વાસતાજી રાવળ સામે ફરીયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

X
Palanpur News - while leaving his wife pierre the husband attacked the house of sadhu 081621

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી