તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલમાં મૂળનો સુકારો શું છે અને તેના ઉપાયો જણાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાલ | તલમાં મૂળનો સૂકારો શુ છે અને તેના ઉપાયો જણાવો

જવાબ | તલમાં મૂળના સૂકારા નામના રોગની ઓળખ : આ રોગકારક છોડના મૂળ દ્વારા જલવાહિનીમાં દાખલ થઇ પાણી અને ખોરાકનો રસ્તો બંધ કરી દે છે. જેને લીધે છોડ સૂકાવા લાગે છે. રોગની તીવ્રતા વધતા, પર્ણદંડ અને થડ ઉપરના ભૂખરા ધાબા દેખાય છે. અનુકુળ વાતાવરણ મળતાં ખૂબજ મોટી સંખ્યામાં છોડ સૂકાય મૂળ સૂકારામાં આ રીતે પગલાં લેવા જરૂરી છે. જેમાં આ રોગ જમીન જન્ય હોવાથી પાકની ફેરબદલી કરવી અને એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું. ઉનાળામાં ઉંડી ખેડ કરવી. તેમજ થડમાં સૂકારાના રોગ વખતે રોગ મુક્ત બીજની પસંદગી કરવી જોઇએ. થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ દવાનો પટ આપી વાવેતર કરવું. ઉભા પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે..પા. ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનેઝોલ પ ટકા પ્રવાહી ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ખેડૂતનો પ્રશ્ન
અન્ય સમાચારો પણ છે...