તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવ દેનાબેન્કમાં લાઇનમાં ઉભા રહેવામાં ગ્રાહકોને પડતી હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવમાં આવેલ દેનાબેન્કમાં આવતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકોને લાઇનમાં ઉભા રહેવામાં તકલીફ પડી રહી છે.

વાવ દેનાબેન્કમાં ગ્રાહકો રૂપિયા લેવા ભરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ગ્રાહકોને લાઇનમાં ઉભા રહેવું પડે છે. જ્યાં ગ્રાહકો લાઇનમાં ઉભા રહે ત્યાં દેનાબેન્કનું બોર્ડ મુકેલ છે. તો બીજી બાજુ બાંકડા મૂકેલ હોઇ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. શિષ્યવૃત્તિ લેવા આવતા બાળકો મહિલાઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રાહકોએ જણાવ્યુ હતું કે ‘બેન્ક સ્ટાફ રિશેષ પાડતા હોઇ ગ્રાહકોને લાઇનમાં ઉભા રહેવું પડે છે. લાઇનની એક બાજુ બાંકડા તેમજ બીજી બાજુ બોર્ડ હોઈ ગ્રાહકો લાઇનમાં ઉભા રહેવામાં હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...