તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં એરોમા નજીક દબાણો હટાવાતાં કર્મચારીઓ અને દબાણકારો વચ્ચે હોબાળો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર એરોમા સર્કલ નજીક પાલિકાની દબાણ શાખા માર્ગ અને મકાન વિભાગ સહિત પોલીસની ટીમ સાથે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો થતાં દબાણકારો અને કર્મચારીઓ સામસામે આવી ગયા હતા.

પાલિકાની ટીમે બુધવારે 3 ટ્રેકટરો સાથે રાખી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. પાલિકની ટીમ ઉપરાંત સીટી સર્વેની ટીમ, પોલીસ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ ઝુંબેશમાં જોતરાઇ હતી.જોકે ડીસા હાઇવે નજીક પાલિકાની ટીમ અને લારી ધારકો વચ્ચે ચકમક જરી હતી. તે સમયે પોલીસે મામલો થાળે પાડયો હતો. જો કે સીટી સર્વેના અધિકારી કામગીરી અધવચ્ચે જ છોડીને જતા રહ્યા હતા. ડીસા હાઇવે નજીકની કરાયેલી ફેન્સીંગ હટાવી દેવાઇ હતી. એરોમા સર્કલથી ડીસા હાઇવે ઉપરાંત આકેસણ રોડ સુધીના લારી-ગલ્લા હટાવતા 3 ટ્રેકટર જેટલો સામાન ભરાયો હતો. જેને માર્ગ અને મકાન વિભાગની કચેરી કમ્પાઉન્ડમાં લાવી દેવાયો હતો.

નગરપાલિકા દ્વારા 3 ટ્રેકટર ભરી લારી ગલ્લા જપ્ત કર્યા

_photocaption_એરોમા સર્કલ પર બુધવારે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સરકારી બાબુઓ અને દબાણધારકો વચ્ચે હોબાળો મચ્યો હતો. તસવીર-ભાસ્કર*photocaption*
અન્ય સમાચારો પણ છે...