વડગામ | વડગામના મેમદપુર ગામમા વણકર સમાજ દ્વારા ગુરુવારે રામાપીરના

Vadgam News - wadgam ramaparera on thursday by vankar samaj in mandgpur village of vadgaam 040130

DivyaBhaskar News Network

Feb 12, 2019, 04:01 AM IST
વડગામ | વડગામના મેમદપુર ગામમા વણકર સમાજ દ્વારા ગુરુવારે રામાપીરના મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે હવનયજ્ઞ તેમજ મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી. રામાપીરના મંદીરે મેમદપુર ગામના વણકર સમાજના લોકો દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મંદિરને શણગારવાની કામગીરી કરાઇ હતી. બુધવારની રાત્રે મંદીર પટાંગણમાં રાસગરબા યોજાયા હતા. મંદિર ખાતે હવનયજ્ઞ કરાયો હતો તેમજ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરમાં મુર્તિઓની પધરામણી કરાઇ હતી. ગામમાં શોભાયાત્રા નિકાળાઇ હતી તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ હતી. ભક્તો દ્વારા રામાપીરના મંદીરે દર્શન કર્યા બાદ ભોજન પ્રસાદનો લાવો લઇને ધન્યતા અનુભવી હતી. મેમદપુર ગામના સમસ્ત વણકર સમાજના લોકો દ્વારા આ પ્રસંગને દિપાવવા માટે ભારે જહેમત ઉઠાવીને રામાપીરના મંદીરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને રંગેચંગે પૂર્ણ કરાયો હતો.

X
Vadgam News - wadgam ramaparera on thursday by vankar samaj in mandgpur village of vadgaam 040130

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી