વડગામ | લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પાટણ

વડગામ | લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા વડગામ વિધાનસભા વિસ્તારમાં...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 04:01 AM
Vadgam News - wadgam loksabha elections are going on then patan 040124
વડગામ | લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા વડગામ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચુંટણીને લઇને કોંગ્રેસ તેમજ ભાજપના આગેવાનો સક્રીય બન્યા છે અને બેઠકોનો દોર શરુ કારાયો છે. વડગામ ખાતે તાલુકા કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઇ ગઢવી, વડગામના પ્રભારી વિરેન્દ્રસિંહ દિયોલ, વડગામ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ માનસંગભાઇ ઉપલાણા, તાલુકા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ દેવુસિંહ ડાભી સહીત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં જનમિત્ર તેમજ બુથ દીઠ પેજ પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જેમા કોંગ્રેસના આગેવાની પાંખી હાજરી તેમજ કોંગ્રેસના જુના પાયાના કાર્યકરો અને આગેવાનોની ગેરહાજરી વડગામ કોગ્રેસમાં જુથબંધી વધુ વકરતી હોવાની ચર્ચાઓ લોકોમાં થઇ રહી હતી.

X
Vadgam News - wadgam loksabha elections are going on then patan 040124
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App