તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર તાલુકાના ગોકુળપુરા ગામના 448 મતદારોના મતો અલગ અલગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ગોકુળપુરા ગામના 448 મતદારોના મતો અલગ અલગ બુથોમાં ફાળવાઇ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા ભૂલ નહીં સુધારવામાં આવેતો ગામ લોકો મતદાનથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનો રજૂઆત કરવા કલેકટર કચેરીએ આવી પહોંચ્યું હતું.

સોમવારે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા ગોકુળપુરા ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામના 448 મતો આજુબાજુના ગામોમાં ફાળવાઈ ગયા છે. જેથી અમારે અલગ અલગ ગામોમાં મતદાન કરવા જવું પડે છે. ગોકુળપુરા ગામના મતદારો માટે નવું મતદાન મથક અહીંની પ્રાથમિક શાળામાં ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે. હાલ અમારે 4 કિલોમીટર દૂર સાંગરા, સાડા પાંચ કિલોમીટર દૂર લક્ષ્મણ પુરા, સાડા ત્રણ કિલોમીટર દૂર માલપુરીયા તેમજ 7 કિલોમીટર દૂર માલણ વોટિંગ કરવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો અમારી માગણીને ધ્યાને લેવામાં નહીં આવે તો તમામ મતદારો આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરીશું.

આ અંગે સાંગ્રા ગ્રામ પંચાયતના સદસ્ય અને ગોકુળપુરાના સ્થાનિક રહીશ નાગરભાઈ કુગશીયાએ જણાવ્યું હતું કે અમે ગામના તમામ આગેવાનો ચૂંટણી પંચ સમક્ષ લેખિત રજૂઆત કરવા કલેકટર કચેરીએ આવ્યા છીએ. જો અમારી માંગ નહીં સંતોષાય તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો