તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે ગત બુધવારે રાત્રે ગામની ડેરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામે ગત બુધવારે રાત્રે ગામની ડેરી આગળ એક શખસે અગાઉ પોતાનું લેપટોપ અન્યને વેચાણથી આપ્યું હતું. જેની ઉઘરાણી કરતા બે શખશો ઉશ્કેરાઈ જઇ ઉઘરાણી કરનાર શખસ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા છાપી પોલીસ મથકે શુક્રવાર મોડી સાંજે હુમલો કરનાર બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવતા સામસામે ક્રોસ ફરિયાદ નોંધાઇ હતી.

વડગામના ભાંગરોડીયા ગામના રાજેશભાઇ સરદારભાઈ ભૂતડીયા (પટેલ) એ ગામના જ ટીનાભાઇ રાવળને લેપટોપ વેચાણથી આપેલ હતું. જેની ઉઘરાણી કરતા ટીનાભાઈ રાવળનો ભાઇ ભરતભાઇ મલાભાઈ રાવળ તેમજ વિનોદભાઈ ગલબાભાઈ રાવળ (રહે.ભાંગરોડીયા) ઉશ્કેરાઈ જઇ રાજેશભાઈને અપશબ્દો બોલી હાથમાં રહેલ ધોકા વડે માથાના ભાગે ફટકારતા ઈજાઓ થતા વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે રાજેશભાઇ પટેલના ભાઇ દિનેશભાઇ પટેલે છાપી પોલીસ મથકે બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે સામાપક્ષે ડાહીબેન ભરતભાઈ રાવળે દિનેશભાઇ સરદારભાઈ પટેલ અને બકાભાઈ સરદારભાઈ પટેલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. જોકે સામ સામે ફરિયાદ નોંધાતા છાપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...