પાલનપુર પાલિકાના પૂર્વ કોર્પોરેટર વિજય જોષીનું આકસ્મિક નિધન

Palanpur News - vijay joshi39s accidental death of former corporator of palanpur corporation 065134

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST
દિવ્ય ભાસ્કર પરિવાર સાથે છેલ્લા 13 વર્ષથી સંકળાયેલા પૂજા કોમ્યુનિકેશનના માલિક અને પાલિકાના પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ સુરેશભાઈ જોષી (ઉ.48)નું બુધવારે મધરાત્રે હાર્ટએટેકથી નિધન થતા પરિવાર મિત્રવૃંદ સહિત રાજકીય કાર્યકરોના ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. સ્વ.વિજયભાઈ પાલનપુર નગરપાલિકામાં ગત ટર્મમાં વોર્ડ નંબર 3 થી ચૂંટાઈને કારોબારી સમિતિ અને પાણી પુરવઠા સમિતિનું સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. હસમુખા, મિલનસાર અને પરોપકારી વૃત્તિ ધરાવતા વિજયભાઇના આકસ્મિક નિધનથી ખોટ પડી છે. સવારે 8 વાગે નીકળેલી અંતિમ યાત્રામાં ં સમાજના લોકો, મિત્રો, રાજકીય આગેવાનો શહેરના લબ્ધપ્રતિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહી વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.વિજયભાઈના મોટા દીકરા દિપે અગ્નિદાહ આપ્યો હતો. પત્ની સોનલબેન પુત્ર દિપ (17) યસ(12) પિતા સુરેશભાઈ, ભાઈ અને સયુંકત પરિવારમાં રહેતા અજયભાઈ સહિત સમગ્ર પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. સદગતનું બેસણું રવિવારે તા.28 ના રોજ સવારે 9:30 કલાકે માનસરોવરરોડ સ્થિત લક્ષ્મણટેકરી ખાતે રાખવામાં આવ્યું છે.

X
Palanpur News - vijay joshi39s accidental death of former corporator of palanpur corporation 065134
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી