કોલવડાની સીમમાં જુગારધામ પર વિજિલન્સની રેડ: 7 ઝડપાયા

DivyaBhaskar News Network

Jan 12, 2019, 04:17 AM IST
Vav News - vigilance red 7 arrested on jugar gadh in colwada seal 041733
કોલવડા ગામની સીમમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી સાત જુગારીઓને પકડી લીધા હતા. જ્યારે જુગારનો અડ્ડો ચલાવતો અશોક કેશાજી ઠાકોર ફરાર થઈ ગયો હતો. વિજિલન્સે સ્થળ પરથી રૂ.67,790નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા સાત શખ્સો અને મુખ્ય સૂત્રધાર મળી 8 સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવ્યો છે.

ગામની સીમમાં ઘણા સમયથી પ્રાથમિક શાળાની પાછળના ભાગે ઓએનજીસીના કૂવાથી થોડે આગળ બાવળની ઝાડીમાં અશોક ઠાકોર નામનો શખ્સ જુગારનો અડ્ડો ચલાવતો હતો.

બાતમીના આધારે વિજિલન્સની ટીમે રેડ પાડતા વરલી મટકા અને જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલાક શખ્સો ભાગી છૂટ્યા હતા ઘટના સ્થળેથી કુલ 31,290 રૂપિયા રોકડા, 5 મોબાઈલ, એક સ્કૂટી મળી કુલ 67,790ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિજલન્સ દ્વારા ઝડપાયેલા સાત શખ્સો અને મુખ્ય સૂત્રધાર મળી કુલ 8 લોકો સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જેની તપાસ પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. જી. એનુરકારને સોંપાતા તેમણે મુખ્ય સુત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જુગારધામ પરથી પકડાયેલા આરોપીઓ

જુહા રામાજી ઠાકોર (આદરજ મોટી), કૈલાશ મદનસિંગ તેલવા (શ્રીનાથ સોસાયટી, પેથાપુર), મેલા સનાજી ઠાકોર (આદરજ મોટી), મહેન્દ્ર ચુનીલાલ બારોટ (મહાદેવવાસ, અડાલજ), હિતેશ મનોહરલાલ શર્મા (રોયલ સોસાયટી, અડાલજ), અલ્પેશ દેવાભાઈ બ્રહ્મભટ્ટ (વાવોલ કિર્તીધામ સોસાયટી), મણીભાઈ દેવાભાઈ માળીયા (ગાંધીનગર સે-24).

X
Vav News - vigilance red 7 arrested on jugar gadh in colwada seal 041733
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી