તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur News Unmarried Girl Gave Birth To A Girl In A Farm Abandoned The Girl The Police Guaranteed To Include The Girl Looking For The Mother In Her Family 070055

બાળકીને ખેતરમાં જન્મ આપી અપરિણીત યુવતીએ ત્યજી દીધી, પોલીસે માતાને શોધી બાળકીને તેમના પરિવારમાં સામેલ કરવાની બાંહેધરી લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના આકેસણથી વેડંચા જવાના રસ્તા પર એક ખેતરમાં મંગળવારે તાજી જન્મેલી બાળકી તરફડતી હાલતમાં નજરે પડતાં સ્થાનિકો ટોળે વળ્યા હતા. સ્થાનિકોએ જાણ કરતાં પહોંચેલી પાલનપુર તાલુકા પોલીસે બાળકીની માતાની શોધખોળ શરૂ કરી હતી. જેમાં જ્યાં બાળકીને તરછોડાઇ હતી તે ખેતરથી ત્રણ ખેતર દૂર એરંડા વીણવા મજૂરીએ આવેલી અપરિણીત યુવતી બાળકીની માતા હોવાનું સામે આવ્યું હતું. 108ના પાયલોટ કિરણભાઇ તેમજ ઇએમટી પ્રકાશભાઇએ ઘટના સ્થળે પહોંચી બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં બાળકી અને તેની માતાને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. યુવતીના પરિવારના લોકોએ પણ બાળકીને પરિવારમાં સામેલ કરવાની પોલીસને બાંહેધરી આપી હતી. બાળકીની માતાએ જણાવ્યું કે, પરોઢે દુઃખાવો થતાં તે એકલી ખેતર જતી રહી હતી, જ્યાં બાળકીનો જન્મ આપ્યો હતો. પરંતુ પરિવારના ડરથી દીકરીને ત્યજી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...