તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ વનવિભાગ દ્વારા 70 માં વન મહોત્સવની ઉજવણી અંતગર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ વનવિભાગ દ્વારા 70 માં વન મહોત્સવની ઉજવણી અંતગર્ત 24 લાખ વિવિધ જાતના રોપાઓનું વિતરણ કરવાનો લક્ષયાંક નક્કી કરવામાં આવ્યો છે અને પ્રથમ વરસાદ પડતા જ જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે વૃક્ષોનું સંસ્થાઓ અને જીલ્લાવાસીઓને વિતરણ શરૂ કરશે.

રાજ્ય્સમાં દર વર્ષે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પહોંચી વળવા માટે વનવિભાગ દ્વારા લખો વૃક્ષોનું વાવતેર કરવા માટે વનમહોત્સવનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે વનવિભાગ દ્વારા 70 મોં વન મહોત્સવ ઉજવવામાં આવનાર છે જેના ભાગ રૂપે જિલ્લાની વિવિધ તાલુકાઓમાં વર્ષ દરમ્યાન વન મહોત્સવ -9 વિકેન્દ્રિત કિસાન નર્સરી ,ખાસ અંગભુત યોજના ,એસ.એચ.જી/એસ.સી.ગ્રુપ -,યોજના અંર્તગત ચાલતી 45 નર્સરીમાં મજૂરો દ્વારા 2480000 વિવિધ જાતના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રથમ વરસાદ પડતા જ જિલ્લામાં વિવિધ નર્સરીઓ માંથી સંસ્થાઓ,તેમજ લોકોને યોગ્ય સ્થળે વૃક્ષોનું રોપણ કરવા માટે વિતરણ શરૂ કરવામાં આવશે અને તેની યોગ્ય માવજત થાય તે માટે માર્ગદર્શન પણ પૂરું પાડવા આવશે તેવું આરએફઓ જે જે રાજપૂત દ્વારા જણાવ્યું હતું

ક્યાં કેટલા રોપાઓ તૈયાર કરાયા

રેન્જનું નામ રોપણી સંખ્યા

સિદ્ધપુર - - 470000

પાટણ - 3750000

ચાણસ્મા - - 390000

હારીજ - - 345000

રાધનપુર - -150000

સાંતલપુર - -150000

ક્યાંસ્થળે થી રોપાઓ મેળવી શકશો

વિસ્તાર સ્થળ મો.નં

સિદ્ધપુર પાલનપુર હાઇવે તાવડીયા ચોકડી પાસે 02761 223917

પાટણ વનવિભાગ કચેરી, પાટણ

ચાણસ્મા ફોરેસ્ટ કોલોની, ચાણસ્મા 02734 -223152

હારીજ એસટી વર્કશોપની પાછળ હારીજ-પાટણ રોડ 02734 - 223113

રાધનપુર જૂની પીએચસીની બાજુમાં (રાધનપુર ) 02746 - 275179

સાંતલપુર રેલવે સ્ટેશનની બાજુમાં સાંતલપુર ( વારાહી ) 02738 - 224076
અન્ય સમાચારો પણ છે...