તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ટ્રકો વચ્ચેથી બાઇક કાઢવા જતાં અકસ્માતમાં ફંગોળાયેલા બેનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના વદરાડ પાટિયા પાસે સામસામે પસાર થઇ રહેલ બે ટ્રક વચ્ચેથી નીકળી જવાનો પ્રયાસ કરી રહેલ બાઇકને અેક ટ્રકના પાછળના ભાગની થપાટ વાગતા બાઇક રોડ પર ફંગોળાયુ હતુ અને ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ અને અેકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.

શુક્રવારના રોજ સવારે પ્રાંતિજ તાલુકાના વદરાડ પાટિયા પાસે તલોદ તરફથી અાવી રહેલ બાઇક નં. યુપી-62-અે.અે-8465 અે ટ્રકનો અોવર ટેક કરી રહ્યુ હતુ. તે દરમિયાન સામેથી અાવી રહેલ ટ્રક પણ બીજા ટ્રકની સમાંતર અાવી જવા દરમિયાન અેક ટ્રકના પાછળના ભાગની થપાટ વાગતા બાઇક રોડ પર ફંગોળાયુ હતુ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક જગદીશભાઇ જયંતિભાઇ કલાસવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અન્ય બે મનીષાબેન ભૂરાભાઇ કટારા (ઉ.વ.18) (રહે. ઢીમડા તા. મેઘરજ) તથા કિરણભાઇ રાયમલભાઇ ડામોરને પણ જીવલેણ ઇજાઅો થયેલ હોવાથી દોડી અાવેલ લોકોઅે 108 નેે જાણ કરતા બંનેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં કિરણભાઇ રાયમલભાઇ ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવા અંગે પોલીસ સૂત્રો દ્વારા જણાવાઇ રહ્યુ છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...