પાલનપુર પેટ્રોલ પંપ પર કેશિયરને લૂંટવાના પ્રયાસામાં વધુ બેની અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ચેકપોસ્ટ વિસ્તારમાં મંગળવારે પેટ્રોલ પમ્પ પર કેશ ઉઘરાવવા પહોચેલા એચડીએફસી બેન્કના કેશિયરને લુંટવા આવેલા ચાર શખ્સ પૈકી એકને લોકોએ ઝડપી લીધો હતો.જ્યારે બીજા ત્રણ ફરાર થઈ ગયા હતા.ઝડપાયેલા શખ્સની પુછપરછ દરમિયાન વધુ ત્રણ નામ ખુલતાં બુધવારે બે શખ્સની પોલીસે અટકાયત કરી ફરાર શખ્સની તપાસ હાથ ધરી છે.બુધવારે લુંટારૂ ચંપકને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પાલનપુરના જૂના આરટીઓ ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલા શાહ અને આચાર્ય પેટ્રોલ પમ્પ પર મંગળવારે કેશિયર વાનમાં કેશ ઉઘરાવવા પહોચેલા કેશિયર મહેબુબભાઇ હબીબભાઇને બાઇક પર આવેલા ત્રણ શખ્સો પૈકી બે શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.દરમિયાન ત્રણ શખ્સોમાંનો ચંપકલાલ હરિલાલ ઠક્કર સ્થાનિકોને હાથે ઝડપાઇ ગયો હતો.જ્યારે અન્ય શખ્સો ફરાર થઇ ગયા હતા.પોલીસે લુંટારૂ ચંપકની અટકાયત કરી પુછતાછ દરમ્યાન ઘટનામા સંડોવાયેલા ઇરફાનભાઇ અનવરભાઇ સિપાહી(રહે.ઢુંઢીયાવાડી),રવિશંકર ઉર્ફે મોન્ટુ ભેરારામ પરિહાર(રહે.તાજપુરા) અને કિરણ રબારી ઉર્ફે રાજેશ ચૌહાણનું નામ ખુલ્યુ હતુ.જેમાં ઇરફાનભાઇ અનવરભાઇ સિપાહી અને તાજપુરાના રવિશંકર ઉર્ફે મોન્ટુ ભેરારામ પરિહારને ઝડપી લીધા છે.જયારે કિરણ રબારી ઉર્ફે રાજેશ ચૌહાણની શોધખોળ હાથ ધરી છે.

અગાઉ ઝડપાયેલા ચંપકને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા,એક શખ્સ હજુ ફરાર

લુંટારૂ ચંપક અગાઉ કેશિયર વાન ચલાવતો

લુંટની ઘટનાનો મુખ્ય સુત્રોધ્ધાર ચંપક ઠક્કર પહેલા એચડીએફસી બેંકની કેશવાન ચલાવતો હોવાનુ ખુલ્યુ હતુ.અને તેને વાનને લુંટવી આસાન લાગતા હરકત આચરી હતી.શખ્સોનો મુખ્ય હેતુ પૈસા મેળવવા લુંટનો પ્રયાસ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...