તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનની સરકારી બસની ટક્કરે કારમાં સવાર બ.કાં.જિલ્લાના 2 મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનના સાંચોર નજીક સરકારી બસ અને સ્વીફટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જીલ્લાના બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે.જ્યારે એક વ્યક્તિને પગના ભાગે ફ્રેક્ચર થતાં ડીસા ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

ડીસા તાલુકાના લુણપુર ગામના અને થરાદ પીડબલ્યુડી વિભાગમાં ઇજનેર તરીકે ફરજ બજાવતાં રામનાથ ધુડનાથ ગૌસ્વામી, પાલનપુર તાલુકાના સામઢી ગામના હરેશભાઇ રાણાભાઇ પંચાલ અને ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતાં વરધાજી તળસાજી માજીરાણા સ્વીફટ કાર(જીજે-08-એઇ- 8500)માં ગુરૂવારે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે રાજસ્થાનના બાડમેરથી સાંચોર તરફ આવી રહ્યાં હતાં.જે દરમ્યાન સાચોર હાઇવે પરના ડેડુવા-ધમાણા ગામ નજીક સામેથી આવી રહેલી રાજસ્થાન સરકારની આરજે-09-પીએ- 4759 નંબરની બસના ચાલકે ધડાકાભેર કારને ટકકર મારી હતી.અકસ્માતની જાણ થતા જ આસપાસમાથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. લોકોએ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢતાં હરેશભાઇ પંચાલનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જયારે રામનાથ ગૌસ્વામી અને વરધાજી માજીરાણાને સાચોર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન રામનાથ ગૌસ્વામીનું મોત નીપજ્યું હતું.જો કે,વી.ટી.રાણાને પગના ભાગે ફેકચર થતાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.આ અંગે રાજસ્થાન પોલીસે બસ ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પ્રખ્યાત ભજનીકના મોતથી અરેરાટી
ડીસા તાલુકાના લુણપુર ગામના વતની રામનાથ ગૌસ્વામી એક પ્રખ્યાત ભજનીક તરીકે ઓળખાતા હતાં.તેઓ ફરજ સિવાય સત્સંગ મંડળ ચલાવી ભજનની રમઝટ બોલાવતાં હતાં.અકસ્માતમાં તેઓનું અવસાન થતાં લુણપુર સહિત તેમના સગા સ્નેહીઓ ઉપરાંત મિત્ર વતૃળમા શોકની કાલીમા છવાઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો