તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોડાલ ગામ નજીકથી દારૂ ભરેલી બે કાર ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડા પોલીસે શુક્રવારે સોડાલ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી હતી.જેમાંથી દારૂ ભરેલી 552 બોટલ સહિત મુદ્દામાલ મળી કુલ રૂ.5,56,400ના મુદ્દામાલ સાથે 9 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

પાંથાવાડા પોલીસે શુક્રવારે સોડાલ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરી પસાર થઇ રહેલી કાર નંબર જીજે 08 બીએચ 7188 ને ઝડપી પાડી કારમાંથી દારૂની 552 બોટલ કિંમત રૂ.28,800 સહિત મુદ્દામાલ મળી કુલ રૂ.3,29,800ના મુદ્દામાલ સાથે હનીફખાન શેરમહંમદ રઉમાં,એજાસભાઇ ઉમરભાઇ સિંધી,સામજીભાઇ લીધાભાઇ ઠાકોર,પોપટભાઇ રણછોડભાઇ ઠાકોર,જયંતીભાઇ પરબતભાઇ ઠાકોરને ઝડપી પાડ્યા હતા.જ્યારે કાર નંબર જીજે 08 એચબી 4339 માંથી દારૂની 264 બોટલ કિંમત રૂ.26,400 સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.2,27,400ના મુદ્દામાલ સાથે મહેશભાઇ ભુદરભાઇ પરમાર, સંજયભાઇ કાનજીભાઇ પરમાર, પિન્ટુભાઇ રમેશભાઇ ડાભાણી,એજસભાઇ ઉમરભાઇ સિંધીને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...