ડીસાના સરસ્વતી પાર્કના બિસ્માર માર્ગ ઉપર રવિવારે બે બાઇક

ડીસાના સરસ્વતી પાર્કના બિસ્માર માર્ગ ઉપર રવિવારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દુધ વેચવા જઈ...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:16 AM
Deesa News - two bikes on sunday on the bismar road of the saraswati park in deesa 021646

ડીસાના સરસ્વતી પાર્કના બિસ્માર માર્ગ ઉપર રવિવારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દુધ વેચવા જઈ રહેલ બાઈક સવાર ના દૂધનું કેન અકસ્માતમાં તૂટી જતા રોડ ઉપર દૂધની રેલમછેલ સર્જાઈ હતી અને પાંચ લીટર જેટલું દૂધ વેડફાયું હતું.

રવિવારે સાંજે સરસ્વતી પાર્કમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ઉપર વેચવા જઈ રહેલ દૂધનું કેન તૂટી જતા પાંચ લિટર કરતા વધુ દૂધ ઢળી ગયું હતું. આ અંગે સ્થાનિક કાંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજકીય કાવાદાવા ના કારણે આ માર્ગનું કામ નથી થતું નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉષાબેન ભદ્રેશકુમાર મેવાડા આ વિસ્તારમાં રહેતા હોવા છતાં માર્ગનું નવીનીકરણનું કામ નથી થતું. અગાઉ પણ વારંવાર પાકો રસ્તો બનાવવા પાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં પરિણામ મળતું નથી બિસ્માર માર્ગ ના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે.

X
Deesa News - two bikes on sunday on the bismar road of the saraswati park in deesa 021646
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App