તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરમાં 20.95 લાખની લૂંટના બે આરોપીને જેલ હવાલે કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરમાં ગુરુવારે પશુદાણની દુકાનમાં મહેતાજીએ ગામના યુવક સાથે મળીને રૂ. 20.95 લાખની લૂંટ કરી હતી. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહેતાજીની પૂછપરછ કરતાં ગૂનો કબૂલતાં શુક્રવારે બન્ને આરોપીઓને પોલીસવડાની કચેરીએ લાવી રોકડ કબજે કરી હતી. બન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દેતાં બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

દિયોદરમાં પશુદાણની દુકાનમાં ગુરુવારે મહેતાજી જગદીશભાઈ દીપાજી ઠાકોર (રહે.ખીમાણા)ની આંખમાં મરચું નાખી રૂપિયા 20.95 લાખની લૂંટ ચલાવી હોવાનો મામલો બન્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજમાં મહેતાજી પર જ શંકા જતાં પૂછપરછ કરતાં મહેતાજીએ ગામના યુવક નિકુંજ નાઇ (રહે ખીમાણા)સાથે મળી લૂંટને અંજામ આપ્યાનું કબૂલ્યું હતું. પોલીસે બન્નેને ઝડપી શુક્રવારે પાલનપુર ખાતે જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુલની કચેરીએ લાવી રૂપિયા 20.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આ બંને શખ્સને દિયોદરની એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ આર.એ.સિંઘની કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...