તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના બિહારી બાગ નજીક શનિવારે બપોરે ટ્રક નો સાઈડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના બિહારી બાગ નજીક શનિવારે બપોરે ટ્રક નો સાઈડ ગ્લાસ રસ્તાની વચ્ચે ઉભેલી લકઝરી બસના સાઈડ ગ્લાસને અડી જતા લક્ઝરીના ચાલક સહિતના ત્રણ શખ્સોએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને પથ્થર મારી ઇજા પહોંચાડતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

પાલનપુરમાં શનિવારે બપોરે એરોમા સર્કલ પાસે એક લક્ઝરી બસ (આરજે-21-પીએ-5556)નો ચાલક મુસાફરો ભરવા ઊભો હતો. ત્યારે ટ્રક (જીજે-08-ઝેડ-8889નો ચાલક પ્રવિણભાઇ સેંધાભાઇ માજીરાણા રહે, હરિપુરા, પાલનપુર ટ્રક લઇ નીકળતા હતા ત્યારે ટ્રકનો સાઇડ ગ્લાસ લક્ઝરીના સાઈડ ગ્લાસને અડી ગયો હતો. જેથી લક્ઝરીના ચાલક સહિતના 4 શખ્સોએ હનુમાન ટેકરી બિહારી બાગ પાસે ટ્રકને ઉભી રખાવી અને ટ્રક પર છૂટ્ટો પથ્થર માર્યો હતો તેમજ ટ્રક ચાલકના ગાલ પર પણ પથ્થર મારી ગડદાપાટુનો માર માર્યો હતો જે અંગેે પ્રવિણભાઇ સેધાભાઇ માજીરાણાએ મુકેશભાઇ ગેનાભાઈ પવાર (લકઝરી ચાલક, ઓમપ્રકાશ હરજીરામ પ્રજાપતિ ચગલભાઇ ગોપીયભાઈ કુંપાવત,પદ્મભાઇ નાથુરામ ઘાંચી (તમામ,રાજસ્થાન )વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો