પાલનપુર પાલિકામાં વિકાસના ધ્યેયોની તાલીમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાલનપુર નગરપાલિકાના ટાઉન હોલમાં સોમવારે જિલ્લા આયોજન કચેરી બનાસકાંઠા દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો અંગેનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં તાલીમાર્થી તરીકે પ્રાથમિક શાળાના આચાર્ય, તલાટીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો, હેલ્થ વર્કર, ગ્રામ સેવકો વગેરે હાજર રહ્યા હતા. આ તાલીમમાં ટ્રેનર તરીકે જિલ્લા આયોજન કચેરીના સિનિયર પ્રોજેક્ટ એસોસિએટ્સ મયંક જે.પરમાર દ્વારા નિરંતર વિકાસના કુલ 17 ધ્યેયોની પ્રેજન્ટેશન દ્વારા તાલીમ આપી હતી.કાર્યક્રમનું મેનેજમેન્ટ અ.મ.ઈ. મહેશભાઈ દ્વારા કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...