તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની ભીમરાવનગર સોસા.માં તસ્કરો ત્રાટક્યા,4 મકાનનાં તાળાં તૂટ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરના ભીમરાવ નગર સોસાયટીમા સોમવારે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા.અને ચાર મકાનના તાળા તોડી પરીવાર સાથે સાસરીમા ગયેલા એક પરીવારના મકાનમાથી તસ્કરો હાથફેરો કરી રૂ.1.79 લાખની મત્તા ચોરી અન્ય એક મકાનમા ચોરી કરી જતા ફરીયાદ નોધાઇ હતી.

પાલનપુરના હાઇવે વિસ્તારમા આવેલા ભીમરાવ નગર સોસાયટીમા રહેતા અને વેકરી આશ્રમ શાળાના ક્લાર્ક મનોજકુમાર અંબાલાલ ગેલોતર રવિવારે પરીવાર સાથે તેમના સાસરે જેથી ગામે રાતવાસો કર્યો હતો.ત્યારે સોમવારે વહેલી સવારે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.જો કે સોમવારે સોસાયટીમા રહેતા મનોજકુમારના સંબંધીને મકાન ખુલ્લુ નજરે પડતે તેમણે મનોજકુમારને જાણ કરી તો મનોજ કુમાર ઘરે દોડી આવ્યા હતા.અને મકાનના દરવાજા ખુલ્લા નજરે પડતા તપાસ કરતા મકાનમાથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમ મળી કુલ રૂ.1,79,000ની ચોરી કરી ગયા હતા.જ્યારે સોસાયટીમા જ રહેતા વરૂણભાઇ રમેશચંદ્ર પરમારના મકાનમા પણ તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.જ્યારે શિલ્પેશકુમાર નટવરલાલ સુતરીયા અને કીંજલબેન જયંતિભાઇ સુતરીયાના મકાનના પણ તાળા તોડી તસ્કરી આચરવાનો પ્રયાસ કર્યો હતો.પાલનપુરના ભીમરાવ નગર સોસાયટીમા સોમવારે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા.અને ચાર મકાનના તાળા તોડી પરીવાર સાથે સાસરીમા ગયેલા એક પરીવારના મકાનમાથી તસ્કરો હાથફેરો કરી રૂ.1.79 લાખની મત્તા ચોરી અન્ય એક મકાનમા ચોરી કરી જતા ફરીયાદ નોધાઇ હતી.

પાલનપુરના હાઇવે વિસ્તારમા આવેલા ભીમરાવ નગર સોસાયટીમા રહેતા અને વેકરી આશ્રમ શાળાના ક્લાર્ક મનોજકુમાર અંબાલાલ ગેલોતર રવિવારે પરીવાર સાથે તેમના સાસરે જેથી ગામે રાતવાસો કર્યો હતો.ત્યારે સોમવારે વહેલી સવારે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.જો કે સોમવારે સોસાયટીમા રહેતા મનોજકુમારના સંબંધીને મકાન ખુલ્લુ નજરે પડતે તેમણે મનોજકુમારને જાણ કરી તો મનોજ કુમાર ઘરે દોડી આવ્યા હતા.અને મકાનના દરવાજા ખુલ્લા નજરે પડતા તપાસ કરતા મકાનમાથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમ મળી કુલ રૂ.1,79,000ની ચોરી કરી ગયા હતા.જ્યારે સોસાયટીમા જ રહેતા વરૂણભાઇ રમેશચંદ્ર પરમારના મકાનમા પણ તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા.જ્યારે શિલ્પેશકુમાર નટવરલાલ સુતરીયા અને કીંજલબેન જયંતિભાઇ સુતરીયાના મકાનના પણ તાળા તોડી તસ્કરી આચરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો