પતિ સામે ફરિયાદ નોંધાવતાં પત્નીને મારી નાખવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના સપ્રેડા ગામની મહિલાએ પતિના ત્રાસથી કંટાળી પતિ સહિત સાસુ સસરા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી મહિલાને કોર્ટ મા હાજર રહેશે તો મારી નાંખવાની ધમકી મળતા મહિલાએ 2 વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

વાવ તાલુકાના સપ્રેડા ગામની રેશમ બેન દયારામભાઇ રાઠોડના લગ્ન દયારામભાઇ ઈશ્વરભાઈ રાઠોડ સાથે પાંચ વર્ષ અગાઉ ગોલપ નેસડા ગામે થયા હતા પતિની મારઝુડથી કંટાળી રેશમબેન તેમના પિયર સપ્રેડા ગામે રહી તેમના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી જેને લઇ રેશમબેન ના પતિ દયારામભાઇના માણસોએ સપ્રેડા ગામે જઇ રેશમબેન ને ધમકી આપી હતી કે હવે પછી કોર્ટની તારીખોમા હાજર રહેશોતો તમામને જાનથી મારી નાખીશુ.જે અંગે રેશમબેને ઉદાભાઇ નગાભાઇ રાઠોડ અને કરમશીભાઇ રાઠોડ વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોર્ટની તારીખમાં હાજર રહેતી પત્નીને પતિએ માણસો મોકલી ધમકી આપતા 2 સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...