તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર શહેરમાં તાજેતરમાં જર્જરીત મકાનનો રાફડો ફાટ્યો છે.જ્યાં જુઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેરમાં તાજેતરમાં જર્જરીત મકાનનો રાફડો ફાટ્યો છે.જ્યાં જુઓ ત્યાં જર્જરિત મકાનો નજરે પડી રહ્યા છે.ત્યારે આગામી ચોમાસા દરમિયાન જર્જરીત મકાનો ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.છતાં તંત્ર દ્વારા જાહેર નોટીસ પાઠવી જવાબદારી પુરી કરી છે.

તાજેતરમાં બે વખત જિલ્લા સહિત પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.છતાં તંત્ર દ્વારા જર્જરિત મકાન ધારકો સામે કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી.પાલનપુર શહેરના ઢુંઢીયાવાડી,મોટી બજાર,ગુરુનાનક ચોક,બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં 50થી વધુ મકાનો જર્જરીત થઈ જવા પામ્યા છે.જ્યારે આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન જર્જરીત મકાનો પડવાની ભીતિ સેવાઇ રહી છે.છતાં પાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાન ધારકો સામે આંખ આડા કાન કરાઇ રહ્યા છે.જે અંગે વધુ માહિતી આપતા પાલિકાના મેન્ટેનન્સ સર્વેયર આર કે સેંગલે જણાવ્યું હતું કે પાલિકા પાસે સીમિત મશીનરી અને મેન પાવર હોવાથી નગરપાલિકા બધી જગ્યાએ પહોંચી શકે તેમ નથી અમે જાહેર ખબરો પ્રકાશિત કરી છે.મકાન માલિકો ચેતી જાય અને શહેરીજનોને કોઇ જર્જરિત બિલ્ડિંગ ભયજનક લાગે તો પાલિકાને જાણ કરશે તેવી બિલ્ડિંગો સામે કાર્યવાહી હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...