તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ નજીક રેલ્વે કોરીડોરની કામગીરી દરમ્યાન વાયરોની ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમીરગઢ નજીક ચાલી રહેલા રેલ્વે કોરીડોરની કમગીરી દરમ્યાન પડેલા 420 મીટર વાયરોની 24 ફેબ્રુઆરીએ શખ્સો ઉઠાંતરી કરી ગયા હતા.જો કે ચોરીના 6 દિવસ બાદ ફરી વાયરો ચોરવા આવેલા શખ્સોને ચોકીદાર જોઇ ગયો તો શખ્સો 580 મીટર વાયરો સળગાવી ભાગી જતા 13 દિવસ બાદ ફરિયાદ નોધાઇ હતી.

અમીરગઢની સીમમા એલએન્ડટી દ્વારા રેલ કોરીડોરની કામગીરી ચાલી રહી છે.જ્યા ઠેર ઠેર ડીપી ઉભી કરવા માટે કોપરના વાયરો લવાયા હતા.જો કે 24 ફેબ્રુઆરીએ કેટલાક શખ્સોએ આવી આશરે 420 મીટર વાયરની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.તે બાદ શખ્સોને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો.ત્યા ચોરીના 6 દિવસમા જ 1 માર્ચે શખ્સોએ ફરી ચોરી કરવા ઘુસતા ચોકીદાર શખ્સોને જોઇ બેટરી મારી પોલીસને જાણ કરતા પોલીસ આવે તે પહેલા જ શખ્સો 580 મીટર પડેલા વાયરો સળગાવી ભગી ગયા હતા.ત્યારે ઘટનાને 13 દિવસ બાદ કંપનીમાં ફરજ બજાવતા ભરતભાઇ શામળ‌ભાઇ ગેહલોતએ અમીરગઢ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ આપતા તપાસ હાથ ધરી હતી.

6 દિવસ બાદ ફરી ચોરી કરવા આવેલા શખ્સોને ચોકીદાર જોઇ ગયો તો શખ્સો વાયરો સળગાવી ભાગી ગયા,13 દિવસ બાદ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો