Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંબાજીમાં દરવાજાના સ્ક્રુ કાપી દાગીના સહિત રૂ.1.96 લાખના મત્તાની ચોરી
અંબાજીની શક્તિધારા સોસાયટીમાં નિવૃત્ત વૃધ્ધ તેમની સાસરીમાં ગયા હતા.તે દરમિયાન ચોરોએ તેમના ઘરમાં હાથ ફેરો કરતા લાકડાના દરવાજાના નકુચા સ્ક્રૂ કાપી દરવાજો ખોલી સોના ચાંદીના દાગીના સહિત રૂ.1.96 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી
અંબાજીની શક્તિધારા સોસાયટીમાં રહેતા કાંતિલાલ મફતલાલ રાવલ નિવૃત્ત જીવન ગુજારે છે. જે રવિવારે કરજણ ખાતે તેમની સાસરીમાં ગયા હતા.દરમિયાન બુધવારે તેમના દીકરાએ તેમને ફોન કરી ઘરમાં ચોરી થયાનું જણાવ્યું હતું.જેથી અંબાજી પહોંચેલા કાંતિલાલ રાવલે ઘરમાં જોતા ચોરોએ ઓસરીની લોખંડની જાળીનો નકુચો તોડી ઘરનો લાકડાના મુખ્ય દરવાજાના સ્ક્રૂ કાપી ઘરની અંદર પ્રવેશી તિજોરીમાં રહેલા 4 તોલાનો સોનાનો દોરો, 3 તોલા સોનાની બંગડી, 1 તોલાની સોનાની વીંટી નંગ-2, 1 તોલાની સોનાની ચેન,સોનાના -2 સિક્કા 12 ગ્રામના, 5 ગ્રામ સોના ચાંદીના વરખવાળી રૂદ્રાક્ષની માળા, 10 ગ્રામ વજનના 30 નંગ ચાંદીના સિક્કા, 250 ગ્રામ વજનની ચાંદીની લગડી, 35,000 રૂપીયા રોકડા, ચાંદીની તોડીઓ તેમજ ચૂંટણી કાર્ડ,આધાર કાર્ડ,રેશન કાર્ડ અને એટીએમ તેમજ સરકારી કાગળોની પણ ચોરી કરી હતી .