તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર-સુઇગામ હાઇવે પાસે ખેતરપાળ દાદા મંદિરેથી ચાંદીના મુગટની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર-સુઇગામ હાઇવે સર્કલ નજીક આવેલ ખેતરપાળ દાદાના મંદિરે કોઇ અજાણ્યા શખ્સો ખેતરપાળ દાદાના સવા કિલો ચાંદીના મુગટની ગુરુવારની બપોરે ચોરી કરી જતા ચકચાર મચી હતી.

ભાભર-સુઇગામ હાઇવે નજીક આવેલ ખેતરપાળ દાદાના મંદિરે ગુરૂવારના રોજ ભરબપોરે અજાણ્યા ચોરો ખેતરપાળના મંદિરે નાળિયેર વધારવાના બહાને ચાર અજાણ્યા શખશો મંદિરમાં પ્રવેશી ખેતરપાળ દાદાનો સવા કિલો ચાંદીનો મુગટ કિંમત આશરે રૂ. 50 હજાર લઇ નાસી છુટતા ચકચાર મચી હતી. શુક્રવારે સવારે દલાભાઇ ખેતરપાળ દાદાના દર્શન કરવા ગયા ત્યારે ખેતરપાળ દાદાનો મુગટ ન હોવાથી ચોરી થઇ હોવાનું માલુમ પડતા ભાભર પોલીસ મથકે દલાભાઈ રગનાથભાઈ માળી (રહે.ભાભર) એ અરજી આપતા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મંદિરની સામે આવેલ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ગુરુવારે બપોરે ચાર અજાણ્યા શખશો મંદિરમાં પ્રવેસી મુગટને ચોરી કરી હોવાનું માલુમ પડતા પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...