તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત દેશના રાજ્યોમાં વસતા માળી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત દેશના રાજ્યોમાં વસતા માળી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય તે હેતુથી પાલનપુર શહેરમાં માળી સમાજ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે.

પાલનપુર માળી સમાજ દ્વારા પાલનપુર ખાતે સમગ્ર ભારતમાં વસતા માળી સમાજના લોકોમાં ભાઇચારો, એકતા અને સંગઠિતા જળવાઈ રહે એ હેતુથી માળી સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગ-2019 નું આયોજન પાલનપુર જ્યોર્જ ફિફ્થ કલબ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોની કુલ 16 ટીમોએ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટ 8 થી 10 નવેમ્બર સુધી યોજાઇ હતી.

આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ હર્ષદભાઈ માળી, આયોજકો પ્રદીપભાઈ પઢીયાર, વિશાલ ગોહિલ, ધાર્મિક પરમાર, જીગર પઢીયાર, દિવ્યાંગ મંડોરા અને કૌશાંગ સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...