તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ ખાતે બનાસકાંઠા વાલ્મીકિ સમાજના યુવાનોની રવિવારે મિટિંગ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ ખાતે બનાસકાંઠા વાલ્મીકિ સમાજના યુવાનોની રવિવારે મિટિંગ યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા વાલ્મિકી યુવા સેવા સંગઠનની રચના કરવામાં આવી હતી. આ પહેલી મિટિંગમાં સમાજના હિત માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું.

વાલ્મિકી સમાજની પ્રગતિ થવી જોઇએ તેટલી નથી થઇ શકી. જેને લઈ બનાસકાંઠા તેના માટે વાલ્મીકિ સમાજના યુવાનો દ્વારા રવિવારે તાલુકા મથક વડગામમાં આવેલી પ્રાથમિક શાળાના મેદાનમાં સમાજના યુવાન મિત્રોની એક મીટીંગ યોજાઈ હતી. જેમાં આવેલા દરેક યુવાનોનો અભિપ્રાય માંગીને સમાજને મદદરૂપ બનતા એક સંગઠનની રચના કરવામાં આવી હતી. જેનું નામ સર્વસંમતીથી બનાસકાંઠા વાલ્મિકી યુવા સેવા સંગઠન રાખવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં ચાલતા સામાજિક બીજા સંગઠનોને પુર જોરથી પોતાની શક્તિઓનો ઉપયોગ કરી સમાજને વેગવાન બનાવવા માટે તમામ પ્રકારના કામો કરવા માટે નક્કી કરાયું હતું. તેમ છતાં વાલ્મિકી સમાજની સંખ્યા જોતા સંગઠનો છેવાડાના માનવી સુધી સેવા પહોચાડી શકતા નથી. સંગઠનના હોદેદારો અને અન્ય લોકોએ એક-એક હજાર રૂપિયા આપી અને સમાજ માટે 27 જાન્યુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પમાં એક બોટલ લોહી આપી સમાજની સેવા કરવા નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...