તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના ટેરોલમાં સસરાના ખેતરમાં રહેતા જમાઇએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ તાલુકાના ટેરોલ ગામે અંદાજે 26 વર્ષિય ઠાકોર સમાજના પરીણિત યુવક, બે સંતાનોના પિતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં શનિવારે રાત્રે મળી આવતાં મૃતકના પરિવારે હત્યા કરાઇ હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

થરાદ તાલુકાના ઉટવેલીયા ગામના બેચરાજી રાયચંદજી ઠાકોર પત્ની, બે પુત્રો સહિત થરાદ તાલુકાના ટેરોલ ગામે આવેલ સાસરિયામાં પોતાના સસરાના ખેતરમાં ભાગીયા તરીકે રહેતા હતા અને ખેતમજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. શનિવારે રાત્રે બેચરાજી ઠાકોર પોતાના રહેણાંક બનાવેલ છાપરાની અંદર લોખંડની પાઇપને દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલ મળી આવતાં તેના પરિવારજનોને જાણ થતાં ઉટવેલીયા ગામેથી મોટી સંખ્યામાં પરિવાર સહિત અન્ય ગામલોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતક બેચરાજી ઠાકોરે ફાંસો ખાધેલ હતો, તેના નીચે પડેલા ખાટલા પર શરીર અડી જતાં અને બંને પગ ખાટલાની નીચે લબડતાં હોવાથી મૃતકના પરિવારે આક્ષેપો કર્યા હતા કે બેચરાજી ઠાકોરની હત્યા કરાઇ હોવાનું જાણી થરાદ પોલીસને જાણ કરતાં પીએસઆઇ કે.જી.પરમાર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરંતુ પરિવારે મૃતકના સાળાએ હત્યા કરાઇ હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનો પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને હત્યાનો ગુન્હો નોંધાયા બાદ લાશ પીએમ ખાતે લઇ જવામાં આવશે તેવી હઠગ્રહ પકડતાં પીઆઇ જે.બી.ચૌધરીએ પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું કે ‘આ બાબતે પોલીસ સાચી દિશામાં તપાસ કરી રહી છે અને હાલમાં આત્મહત્યાનો ગુન્હો નોંધી મૃતકની લાશને પેનલથી પીએમ કરાવવામાં આવશે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે હત્યા સાબિત થશે તો હત્યા મુજબનો ગુન્હો નોંધવામાં આવશે.’ આથી પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારવા તૈયાર થઇ લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લવાઇ હતી અને પીએમ થયા બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. અઢી વર્ષ અને ચાર માસના બંને પુત્રના પિતાના મોતને લઇને પરિવારમાં માતમ છવાયો હતો.

ટેરોલમાં પરિવાર સહિત ગ્રામજનોના ટોળાં ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો